Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ઈરફાન પઠાણનો હુંકાર :આગામી વર્ષમાં ભારતીય ટીમ અને IPL માં પરત ફરીશ

ભરૂચમાં ઈરફાન પઠાણનો હુંકાર :આગામી વર્ષમાં ભારતીય ટીમ અને IPL માં પરત ફરીશ
X

આગામી આઈ.પી.એલ. સાથે જ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે પરત ફરીશ, તેવી ખેલદિલી સાથે ક્રિકેટર ઈરફાન પઠાણે ભરૂચના શેરપુરા ગામે યુથ કોંગ્રેસ આયોજિત હમ મેં હૈ રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ઉપસ્થિતી દરિમયાન હુંકાર કર્યો હતો.

ભરૂચ યુથ કોંગ્રેસ આયોજિત હમ મેં હે રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સોમવારે રાતે શેરપુરા ગામે રમાઈ હતી. જેમાં ખેલાડીઓ અને પ્રેક્ષકોનો ઉત્સાહ વધારવા સાંસદ અહેમદ પટેલ સાથે ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજનીતિ અને ખેલના બન્ને ધુરંધરોની હાજરીથી ડુંગરી ઇલેવન અને શેરપુરા ઇલેવન ટીમ સાથે જ પ્રેક્ષકોમાં ખુશી સાથે નવા જોમનો દોરીસંચાર થયો હતો.

ક્રિકેટર ઈરફાન પઠાણે ટુર્નામેન્ટના ભવ્ય આયોજનને વખાન્યુ હતું. સાથે જ લોકોનો પ્રેમ જોઈ ઘણો આનંદ વ્યક્ત કર્યો હતો. વિકેટ લીધા પછી જે ખુશી અનુભવાઈ છે તેવી ખુશી આજે લોકોના પ્રેમથી મળી છે. જે મારા માટે મોટો વિજય છે તેમ લાગણીવશ થઈ ઇરફાને કહ્યું હતું.

હાલની આઈ.પી.એલ. 10 પણ અગાઉની જેમ સરસ જશે તેવા આશાવાદ સાથે આગામી આઈ.પી.એલ. અને ભારતીય ટીમ માં સખત મહેનત સાથે પર્ફોર્મન્સના જોરે હું પરત ફરીશ તેમ ખેલદિલી પૂર્વક ઇરફાને તેમના ચાહકોને જણાવ્યું હતું.

Next Story