Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં કરાયું જિલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

ભરૂચમાં કરાયું જિલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
X

  • શાકભાજી,દુધ અને અનાજ રસ્તા ઉપર નાંખી કરાયો ચક્કાજામ
  • પોલીસે કરી ૩૦ જેટલા વિરોધ કરનારાની અટકાયત

તાજેતરમાં વર્તમાન સરકાર દ્વારા ઝીંકાયેલા અસહ્ય ભાવ વધારા તેમજ ખેડૂતોની વિવિધ સમસ્યાના હલ મુદ્દે કોંગ્રેસે ખેડૂતો સાથે ખભે ખભા મીલાવી સરકાર સામે બાંયો ચઢાવી આંદોલનનું એલાન કર્યુ છે,જેના ભાગ રૂપે તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જેમાં તા.૧૦મીના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને ખેડૂતોએ સાથે મળી બહ્રૂચના રસ્તા ઉપર ઉતરી આવી રસ્તા ઉપરજ શાકભાજી,દૂધ તેમજ અનાજ ઢોળી સરકાર વિરૂધ સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ ભેગા મળી પેટ્રોલ-ડીઝલ ભાવ વધારો અને મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના આ કાર્યક્રમને અનુલક્ષી ભરૂચ શહેર પોલીસે બંદોબસ્ત ખડકી દીધો હતો. કોંગીઓ દ્વારા ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભેગા થઇ એક રેલી યોજી હતી જેમાં સુત્રોચ્ચાર સાથે એસ.ટી.ડેપો નજીકના રોડ ઉપર ચક્કાજામ કરાયો હતો.આ ચક્કાજામ કરતા કોંગી અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.ભરૂચ પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ૩૦ જેટલા કોંગી કાર્યકરો અને હોદ્દેદારોની અટકાય પણ કરી હતી.

  • શું છે ખેડૂતો અને કોંગ્રેસની માંગ?

ખેડૂતોની વિવિધ સમસ્યાઓને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા અને જંબુસરમાં આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં.જેમાં ખેડૂતોને પાકના વિમાની ચુકવણી કરવામાં આવે,ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે,ખેતીની પુરતી સુવિધાઓ મળે સહિતની માંગ કરવામાં આવી છે. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, યોગ્ય ભાવ મળે, વીજળી સમયસર મળે, બુલેટ ટ્રેન તેમજ ધોલેરા સર, ભાવનગર પાવર પ્લાન્ટમાં જમીન ગુમાવનારા ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

Next Story