Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ગરબા આયોજકો દ્રારા સફાઈ કામદારોનું કરાયું સન્માન

ભરૂચમાં ગરબા આયોજકો દ્રારા સફાઈ કામદારોનું કરાયું સન્માન
X

હાજીખાના બજારના યુવક મંડળ દ્વારા વાલ્મિકી સમાજના અગ્રણીયો અને સફાઈ કામદારોની કર્તવ્યનિષ્ઠા ને બિરદાવવામાં આવી.

ભરૂચના હાજીખાના બજાર યુવક મંડળના સહયોગ થી વર્ષો જૂના ગરબા કરતાં અને મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલતા વાલ્મીકિ સમાજના અગ્રણીઓ અને સફાઈ કામદારોની કાર્યનિષ્ઠાને બિરદાવી સન્માનીત કરવામાં આવ્યા હતા.

હાલ જયારે સમગ્ર રાજ્યમાં ક્લ્બ અને પાર્ટીપ્લોટ ગરબા થીમે જોર પકડ્યું છે ત્યારે શેરી ગરબા જે સાચા અર્થમાં માતાજી આરાધના માટે થાય છે તે વિસરાતા જાય છે પરંતુ જુના ભરૂચમાં કેટલાક કર્તવ્યનિસ્ટ આયોજકો અને ભાગતોના કારણે આજના સમયમાં શેરી ગરબા થાય છે અને એમાં લોકોની ભીડ પણ જામે છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="69103,69104,69105,69106,69107,69108"]

જ્યાં ભરૂચ ભાજપ ના આગેવાન અને જુના ભરૂચમાં હરહંમેશ લોકોની સમસ્યા માટે સંઘર્ષ કરે છે એવા મારુતિસિંહ અટોદરિયા અને તેમની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી શેરી ગરબા કરે છે અને એમાં હર હંમેશ સમાજને સારો સંદેશ મળે તેવા કર્યો પણ કરે છે આવુ જ એક કાર્ય તારીખ 13 ઓક્ટોબરના રોજ હાજીખાના બજારના યુવક મંડળના સહયોગ થી કરવામાં આવ્યું હતું .

જેમાં હાજીખાના બજારમાં યોજાતા શેરી ગરબાના આયોજકો દ્વારા ભરૂચના વાલ્મિકી સમાજના અગ્રણીયો અને સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાની કર્તવ્યનિષ્ટના કારણે શેહરમાં ગાંધીજીના આદેશો ને સાચા અર્થમાં સાર્થક કરતા સફાઈ કામદારોનું ગરબા પંડાલમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં મારૂતીસિંહ અટોદરિયાના આમંત્રણને માન આપી શેહર વરિષ્ઠ નાગરિકો પણ પોહોચ્યા હતા. જેમાં ભરૂચના પૂર્વ વિભાગીય પોલીસ અધિક્ષક કૌશિક પંડ્યા, પત્રકાર જીગ્નેશ પટેલે ઉપસ્થિત રહી શોભા વધારી હતી

Next Story