Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ગેરકાયદેસર ધમધમતા આરઓ પ્લાન્ટ સામે પાલિકાના મુખ્ય અધિકારીની લાલ આંખ

ભરૂચમાં ગેરકાયદેસર ધમધમતા આરઓ પ્લાન્ટ સામે પાલિકાના મુખ્ય અધિકારીની લાલ આંખ
X

કાયદેસરતાની અને પાણીની ગુણવત્તા ની ચકાસણી કરી કડક હાથે પગલાં લેવાશે.

ભરૂચમાં છેલ્લા કેટલાક વર્ષો થી પીવાના પાણી ની સમસ્યા ને લઈ બિલાડી ના ટોપ ની જેમ આરઓ પ્લાન્ટનો ધંધો ધમધમે છે. અઢળગ નફો કમાવાની લ્હાય માં આરઓ પ્લાન્ટ ના સંચાલકો દુષિત પાણી પણ ગ્રાહકો ને પૂરું પાડવાની ફરીયાદો સામે તંત્ર એલર્ટ થયું છે. નગર પાલિકા ના મુખ્ય અધિકારી અને પ્રમુખ મીડિયા ના અહેવાલો બાદ સફાળા જાગી શહેર માં ધમધમતા આરઓ પ્લાન્ટો સામે તપાસ ના હુકમો કરી કડક હાથે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ પવિત્ર સલીલ નર્મદા નદી ના કાંઠે વસેલું હોવા છતાં પણ પાણી ની સમસ્યાઓ નો સામનો કરી રહ્યું છે.ભરૂચ માં કરોડો રૂપિયા ના ખર્ચે મીઠા પાણી ની માતરિયા તળાવ ની યોજના હોવા છતાં અડધા ઉપરાંત ના ભરૂચ માં પીવાના પાણી ની તંગી છે.લોકો ની પીવાના પાણી ની જરૂરિયાત પુરી કરવા માટે ઠેર ઠેર વ્યવસાયિક રીતે બિલાડી ના ટોપ ની જેમ આરઓ પ્લાન્ટ નો ધંધો ધમધમે છે.આ આરઓ પ્લાન્ટ કાયદેસર છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

બીજી બાજુ આરઓ પ્લાન્ટ ના સંચાલકો પાણી ક્યાંથી મેળવે છે તે પણ તપાસ નો વિષય છે.ન કો રડી લેવાની લ્હાય માં આરઓ પ્લાન્ટ ના સંચાલકો પાણી ની પૂરતી ચકાસણી કાર્ય વિના જ દુષિત પાણી ગ્રાહકો ને પધરાવતા હોવાની ફરીયાદો ઉઠી છે.તાજેતર માં જ ભરૂચ ના મીડિયા એ મક્તમપુર ખાતે ચાલતા ચાર આરઓ પ્લાન્ટ નો પર્દાફાશ કર્યો હતો.જેમાં ગ્રાહકો ને પુરા પડતાં પાણી માં પોળા (જીવાત) હોવાનું બહાર આવતા ખળભળાટ ઉભો થયો હતો.આવા દુષિત પાણી નો ઉપયોગ કરનારાઓ સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.જેને લઈ લોકો માં રોષ ઉભો થયો છે.મીડિયા ના અહેવાલ થી સફળ જાગેલા તંત્ર માં પણ દોડધામ મચી છે.

ભરૂચ શહેર માં બેરોકટોક ઉભા થયેલા આરઓ પ્લાન્ટ સામે આંખ આડા કાન કરનાર અથવા તો કોઈપણ પ્રકાર ની ચકાસણી ન કરનાર તંત્ર હરકત માં આવ્યું છે.આરઓ પ્લાન્ટ ના દુષિત પાણી ના અહેવાલ ને પગલે કોઈ મોટો ઈસ્યુ ઉભો ન થાય તે માટે તંત્ર દ્વારા તપાસ ના હુકમો જારી કરાયા છે.ભરૂચ નગર પાલિકા ના મુખ્ય અધિકારી સંજય સોની એ અહેવાલો ના પગલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શહેર માં ઉભા થયેલા આરઓ પ્લાન્ટ કાયદેસર છે કે નહિ તથા તેઓ પાણી કયાંથી મેળવે છે. તે અંગે તપાસ હાથધરી કસૂરવાર જણાતા તેમની સામે કડક હાથે પગલાં લેવાશે।ત્યારે ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ પણ આરઓ પ્લાન્ટ ના સંચાલકો દ્વારા દુષિત પાણી પૂરું પડાતું હોવાની ફરીયાદો મળી હોવાની એકરાર કરી તેમની સાથે કાયદેસર ની કાર્યવાહી હાથધરવાનો હુંકાર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ માં રહેણાંક વિસ્તારો માં પણ આરઓ પ્લાન્ટ ના ધંધા ધમધમે છે તેની સામે નગર પાલિકા એ અત્યાર સુધી આંખ આડા કાન કર્યા છે.પરંતુ મીડિયા માં અહેવાલો આવતા જ નગર પાલિકા તંત્ર સફાળુ જાગી કાયદેસર ની કાર્યવાહી કરવાની વાત કરે છે ત્યારે ખુદ નગર પાલિકા ની કાર્યવાહી સામે જ શંકા ની સોઈ ઉઠે છે.જો નગર પાલિકા એ પહેલે થી જ આ બાબતે કડક વલણ અપનાવ્યું હોત તો બિલાડી ના ટોપ ની જેમ રહેણાંક વિસ્તાર સહીત શહેર માં આડેધડ આરઓ પ્લાન્ટ ના ધંધા ધમધમતા થયા ન હોત.

Next Story