Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં થઈ ગરીબ બાળાની દુર્લભ સર્જરી સફ્ળ

ભરૂચમાં થઈ ગરીબ બાળાની દુર્લભ સર્જરી સફ્ળ
X

ભરૂચ સિવિલ હોસ્પીટલના યુવાન ઓર્થોસર્જન દ્વારા એક ગરીબ પરિવારની ૧૪ વર્ષિય દિકરીનું અતિ દુર્લભ ઓપરેશન ને પાર પાડાતા ગરીબ પરિવારમાં ખુશહાલી છવાઇ હતી.

વાત જાણે એમ છે કે ૧૪ વર્ષપૂર્વે જન્મથી નબળા પગના હાડકા સાથે ગરીબ ખેતમજૂર પરિવારમાં વાગરા તાલુકાના કલમ ગામે જન્મેલ રવિના રમેશ રાઠોડનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લેવા તેના અપિતા ભરૂચ સિવિલ હોસ્પીટલમાં આવ્યા હતા. ૧૪ વર્ષીય નિખાલસ અને હસમુખા સ્વભાવની દિકરીને ભરૂચ સિવિલ હોસ્પીટલમાં છેલ્લા ૧૦ મહીનાથી ઓર્થોસર્જન તરીકે ફરજ બજાવતા નવ યુવાન તબીબ ડૉ.કૃણાલ ચાંપાનેરીએ ચેક કરતા, આ દિકરી કંન્જેટાઇલ સ્ટુવેઆર્થિસિસ ઓફ ટીબીવા (જન્મથી પગનું હાડકું નબળુ હોવું)થી પિડાતી હતી જેના કારણે તેના પગનું હાડકું વધુ નબળુ પડતા તેનીઅસર ઘૂંટણ તેમજ કમ્મરે થતાં તે જમીન પર ડગ માંડવા ક્ષક્ષમ ન હતી.

આ દિકરી જન્મથી ચાલી શકતી ના હોઇ અને આ યુવાન તબીબે આવા અનેક સફળ ઓપરેશન કર્યા હોઇ તેમણે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જ તેનું ઓપરેશન શક્ય બનવવા તૈયારી બતાવી રવિના રાઠોડના પિતા રમેશ્ભાઇ તથા તેની માતા મણીબેનને આપની દિકરીને હૂં ચાલતી કરીશનો વિશ્વાસ આપ્યો હતો. પણ ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કરતા રવિનાના પિતા મુંઝાયા હતા કારણ કે આ અગાઉ પણ તેમણે દિકરીની સારવાર માટે ઉછીના રૂપિયા લઈ અનેકા દવાખાના ધમરોળ્યા હતા છતાં તેમને નિરાશા મળી હતી.અમુક ખાનગી દવાખાનાઓમાં આ સારવારના રૂપિયા ૧ લાખ ઉપર ખર્ચ થાય તેમ કહેતા, માંડ પરિવારનુ ગુજરાન કરતા માં-બાપે દિકરીની દિવ્યાંગતાને સ્વીકારી લઈ આમ જ ઉછેરવા મન મનાવી લીધુ હતું.

યુવાન તબીબ ડૉ કૃણાલતેમની વ્યથા સમજી જતા તેમણે તેઓ દ્વારા તેમની દિકરી રવિનાની સારવારનો કે ઓપરેશનનો કોઇ જ ખર્ચ નહીં થાય તેમજ અહીં જે રોડ (સળીયો) તેના પગમાં નાંખવાનો છે તેનો ખર્ચ પણ ભરૂચ ખાતે સેવા યજ્ઞ સમિતિ ચલાવતા રાકેશ ભટ્ટ સાથે વાત કરી તેમની સંસ્થા દ્વારા મદદ મેળવી ઓપરેશન કરી તેના પગમાં નંખાશેનું જણાવી તેમને દિકરી ને ચાલતી જોવાનો ઉમંગ જગાવતા તેઓ ઓપરેશન માટે તૈયાર થયા હતા. મા-બાપની મંજૂરી અને ૧૪ વર્ષિય દિકરી રવિનાની હિંમત જોઇ ડો કૃણાલ ચાંપાનેરીએ તા.૧૨મીના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેના પગનું દુર્લભ ગણાતું ઓપરેશન ૨ નર્સની મદદથી સફળ રીતે પાર પાડ્યું હતું.

વ્હાલસોયી દિકરીના સફળ ઓપરેશન બાદ તેના મા-બાપે તબીબનો આભાર માનતા ગદગદીત થઈ જણાવ્યું કે તબીબોને ભગવાન અમથા નથી કહેત.આજે મારી દિકરી જમીન પર પગ મુકી ઉભી રહી શકે છે.સાહેબે ખરેખર મારી દિકરીને જીવતદાન આપ્યું છે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

ઓપરેશન કરનારા તબીબ કૃણાલ ચાંપાનેરી સાથે થયેલ વાતચિત દરમિયાન તેમણે જણાવ્યું કે આવા કેશ અઢી લાખે એક બને છે. કે જેમાં બાળક ચાલી નથી શકતું.પણ ઓપરેશન પછી તેનું હાડકું જોડાતા રવિના માત્ર દોઢ મહિનામાં જ પ્રથમ વોકર લઈ ચાલતી થઇ જશે અને હાલ પણ તે જમીન પર બંન્નેપગે ઉભી રહી શકે છે.

Next Story