Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ધારાસભ્ય અને કોર્પોરેટરો ખોવાયાના બેનરો મારી લોકો દ્વારા વિરોધ

ભરૂચમાં ધારાસભ્ય અને કોર્પોરેટરો ખોવાયાના બેનરો મારી લોકો દ્વારા વિરોધ
X

ભરૂચ ના કેટલાક વિસ્તારો માં વિકાસ ના કામો માત્ર ને માત્ર કાગળ પર જ

વિધાનસભા ની ચૂંટણી ટાણે મત મેળવા માટે મોટા વાયદા કરી ને ચૂંટણી પછી ખોવાઈ ગયેલા વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર ના બેનરો મારી ને વોર્ડના રહીશો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો.

ગુજરાતમાં 2017 વિધાનસભા ચૂંટણી ટાણે આ વોર્ડ નં 11ના સભ્યો મારુતિ સિંહ, રાજેશ ચૌહાણ, અંબા બેન, વર્ષા બેન થતા વિધાનસભા ના ઉમેદવાર દુસ્યત ભાઈ પટેલ એ આ વિસ્તારમાં આવી વિસ્તારમાં ફરી લોકોની માગણીઓ સંતોષવા માટે ની બાંહેધરી આપી હતી.

ગુજરાતમાં ચુંટણી આવીને જતી રહી ઉમેદવારો જીતી પણ ગયા પણ લોકોના પ્રશ્નો હજુ પણ યથાવત રહ્યા.ભરૂચ ની પ્રજા ઘણી વખત પોતાની માગણીઓ સાથે તેમના સ્થાનિક આગેવાનો ને વારંવાર રજૂઆતકરવા છતાં પણ પ્રજા નો આવાજ નહિ સાંભળતા નેતા ઓ થી કંટાળી આજે પોતાનાં વિસ્તારમાં પોતાની માગણી ઓ માટે નું એક બેનર મારી નેતાઓ ની આંખોઉઘડે અને વિકાસ માત્ર કાગળ પર નહિ પણ એમના વિસ્તારોમાં થાય તેવી મીડિયા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Next Story