Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં નકલી જંતુનાશકો અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો

ભરૂચમાં નકલી જંતુનાશકો અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો
X

ક્રોપ-લાઇફ ઇન્ડીયા (નવી દિલ્હી) દ્વારા, કૃતિ ચેરિટેબલ ટ્રસ્‍ટ, ઝાડેશ્વરના સહયોગથી વડોદરા જીલ્લાના કરજણ, પાદરા, ડભોઈ અને સાધલીના જંતુનાશક દવાના વેપારીઓ માટે નકલી જંતુનાશકો અંગે જાગૃતિનો કાર્યક્રમ ૨૫મી જૂન મંગળવારના રોજ એ.પી.એમ.સી. કરજણ ખાતે વિસ્તરણ અધિકારી જતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો. જેમાં ૫૦ જેટલાં જંતુનાશક દવાના વેપારીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ‘જાગૃત ખેડૂત - સમૃધ્ધ ખેડૂત’ અભિયાન દરમ્યાન ક્રોપ-લાઇફ ઇન્ડીયા દ્વારા ગામડાઓમાં નકલી, બનાવટી, ગેરકાયદે, છેતરામણાં જંતુનાશકો વિરૂધ્ધ જાગૃતિ માટે ‘પપેટ શો’ યોજવામાં આવ્યા તેની એક ઝલક પણ ‘ડૂડૂઝ હાઉસ’ ની ટીમ દ્વારા રજુ કરવામાં આવી, ક્રોપ-લાઇફ ઇન્ડીયાના સોનીબેન મામગાઇએ જણાવ્યું કે નકલી જંતુનાશકો અંગે જાગૃતિ લાવી, એ જાગૃતિ ખેડૂતો સુધી પહોંચાડવામાં વેપારીઓ અગત્યની ભુમિકા ભજવી શકે છે. કેમ કે વેપારીઓ અને ખેડૂતો એકબીજાને સારી રીતે ઓળખે છે. અને વેપારીઓ ખેડૂતોને માર્ગદર્શન, સલાહ પણ આપતા હોય છે અને ખેડૂતો એ સલાહ માનતા પણ હોય છે. દવાના વેપારીઓ માટે નકલી જંતુનાશકો અંગે જાગૃતિનો આ કાર્યક્રમ આ કારણે જ રાખવામાં આવ્યો છે.

કરજણ વિસ્તરણ અધિકારી(ખેતી)ના જતિનભાઈ પટેલે જણાવ્યું કે જંતુનાશક દવાના વેપારીઓનએ જંતુનાશક દવા, ખાતર, બિયારણના વેચાણ માટે નોંધાયેલ ન હોય, તેવાં ખેતી માટેના રાસાયણિક ઉત્પાદનો સંગ્રહવાં કે વેચવાથી બચવું જોઈએ. વે૫ારી ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બિયારણ, ખાતર, જંતુનાશક દવા આપશે તો ખેડૂતોને સારું ઉત્પાદન મળશે જેથી તેને આવક સારી થશે, તો ખેતી અને ખેડૂતો ટકશે. પરિણામે ખેતી સાથેના ધંધા-ઉદ્યોગ ચાલતા રહેશે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વડોદરા જંતુનાશક દવાના વેપારી સંગઠનના અગ્રણી હિરેનભાઈ દ્વારા નકલી જંતુનાશકો વિરૂધ્ધ ચાલતા ‘જાગૃત ખેડૂત - સમૃધ્ધ ખેડૂત’ જેવા અભિયાનનો એ આજના દિવસોની જરૂરીયાત છે. એમ જણાવતાં કહ્યું હતું કે એકલા ખેડૂતોને માટે નહીં પરંતુ સરકાર, ઊત્પાદક, ડિસ્ટ્રીબ્યુટર અને ડિલર આ તમામ તબકામાં નકલી જંતુનાશકો વિરૂધ્ધ જાગૃતિ આવે તે અંગે આયોજન કરવાની ખાસ જરુરીયાત છે. જા દરેક સ્તરે આ જાગૃતિ આવી જાય તો નકલી જંતુનાશકોથી ખેડૂતોને બચાવી શકાય એમ જણાવ્યુ હતું.

Next Story