Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં પીએમ મોદીનું સભા સ્થળ બદલવા માટે કોંગ્રેસની ગાંધીગીરી

ભરૂચમાં પીએમ મોદીનું સભા સ્થળ બદલવા માટે કોંગ્રેસની ગાંધીગીરી
X

ભરૂચ કૃષિ યુનિવર્સિટીનાં મેદાનમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળ મુદ્દે યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ અગાઉ વિરોધ વ્યક્ત કર્યો હતો, અને કોંગ્રેસ દ્વારા આ સંશોધન કેન્દ્રનાં બદલે અન્ય સભા સ્થળ બદલાવની રજૂઆત સાથે ગુલાબનું ફૂલ આપવા જતા પોલીસ સાથે ચકમક સર્જાઈ હતી. અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ફૂલ ગેટ પર મૂકી દીધા હતા.

આગામી તારીખ 8મી ઓક્ટોબર રવિવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભાડભૂત ખાતે બનનારા અંદાજીત રૂપિયા 4500ની વિયરકમ કોઝવે યોજનાનું ભૂમિપૂજન અને જાહેરસભાનો કાર્યક્રમ યોજનાર છે. જે જાહેરસભા કૃષિ યુનિવર્સિટીનાં મેદાનમાં યોજાનાર છે.

જોકે મક્તમપુર ખાતેની કૃષિ યુનિવર્સિટીનાં મેદાનમાં વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન અને પ્રેક્ટિકલ માટે શાકભાજીનું વાવેતર કર્યુ હતુ, પરંતુ પીએમ મોદીની સભા માટે પાક કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓએ આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો.

જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ,જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા ,સહિત કોંગ્રેસનાં હોદ્દેદારો,કાર્યકર્તાઓ અને મહિલાઓએ ગાંધી જ્યંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં જન્મદિન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે જે કૃષિ યુનિવર્સિટીનાં મેદાનની પસંદગી કરવામાં આવી છે,તે અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો,અને કૃષિ સંશોધન કેન્દ્ર માત્ર સંશોધન કેન્દ્ર જ બની રહે તેવી રજૂઆત સાથે કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની સભા સ્થળનાં ઇન્ચાર્જ અધિકારીને ગુલાબનું ફૂલ આપીને સભા સ્થળ બદલવા માટેની રજૂઆત કરવા માટે ગયા હતા.

જોકે પોલીસે કોંગ્રેસનાં કાર્યકર્તાઓને કૃષિ યુનિવર્સિટી બહાર જ અટકાવી દેતા કોંગ્રેસનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક સર્જાઈ હતી, અને કોંગ્રેસ દ્વારા ગુલાબનાં ફૂલ યુવનિવર્સિટીનાં ગેટની બહાર મૂકી દઈને પીએમ મોદીનું સભા સ્થળ બદલવાની માંગ કરી હતી.

Next Story