Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં મેઘરાજાની પ્રતિમા ને સુરંગી વસ્ત્રો નો શણગાર કરાયો  

ભરૂચમાં મેઘરાજાની પ્રતિમા ને સુરંગી વસ્ત્રો નો શણગાર કરાયો  
X

ભરૂચ માં ભોઈ સમાજ દ્વારા દિવાસા ના દિવસ થી મેઘરાજા ની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રતિમાનું સ્થાપન કરાયુ હતું,આ મૂર્તિને સુંદર વસ્ત્રો અને સાજ શણગાર કરવામાં આવ્યો છે.

ભારત દેશમાં એક માત્ર ભરૂચ જિલ્લા માં ભોઈ સમાજ દ્વારા વર્ષો થી મેઘરાજા ના ઉત્સવની ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવે છે, દિવસના દિવસે નર્મદા નદીની કાળી માટી માંથી મેઘરાજા ની પ્રતિમા બનાવવા માં આવે છે અને ત્યાર થી લઈને રક્ષાબંધન ના દિવસ સુધી પ્રતિમાને પૂર્ણ કરવામાં આવે છે.

m2

શ્રાવણી પૂનમ ના દિવસે મેઘરાજા ને સુરંગી વસ્ત્રો નો શણગાર કરી ને પ્રતિમા ને પૂર્ણ કરવામાં આવી છે.શ્રાવણવદ સાતમ,આઠમ અને નોમ ના દિવસે મેઘરાજાનો મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેઘરાજા ના દર્શન કરીને મેળાનો આનંદ માણે છે. જયારે શ્રાવણવદ દસમ ના દિવસે મેઘરાજા ની પ્રતિમાનું ભારે હૈયે ભક્તો નર્મદા નદીમાં વિસર્જન કરે છે.

મેઘરાજા ની પ્રતિમા ની વિશેષતા એ છે કે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજા ની પ્રતિમા બનાવવા માં આવે છે પરંતુ તેમ છતાં મૂર્તિની મુખાકૃતિ માં લેશ માત્ર નો ફરક પણ હોતો નથી.

Next Story