Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં વીજ કાપના પગલે શાળા પ્રવેશોત્સવમાં બફાયા ભૂલકા!!!

ભરૂચમાં વીજ કાપના પગલે શાળા પ્રવેશોત્સવમાં બફાયા ભૂલકા!!!
X

  • અડધા શહેરમાં વિજકાપ છતાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજતા વાલિઓમાં નારાજગી

  • પરસેવે રેબઝેબ બૂલકાઓ નેતાઓની સરકારી ગુલબાંગો સાંભળવા મજબુર બન્યા

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાઇ રહ્યા છે. જેમાં બાળકોને કુમકુમ તીલક કરી શૈક્ષણિક કિટ આપી ભણવા પ્રત્યેની રૂચી કેળવવા સરકાર પ્રયત્ન રહી છે.પરંતુ સરકાર પોતાની લાગણી દર્શાવવામાં ઉણી ઉતરી હોય તેમ લાગી રહ્યું છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="53037,53038,53039"]

અડધા ભરૂચ શહેરમાં વિજકાપ જાહેર કરાયો હોઇ વિજપુરવઠો સવારથી જ બંધ કરાયો હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ભરૂચ સ્ટેશન રોડ મિશ્રશાળામાં પાલિકા દ્વારા પ્રવેશોત્સવ યોજતા ભૂલકઓ ગરમીમાં પરસેવે કાર્યક્ર્મમાં બેસવા મજબુર બનતા વાલિ અને બાળકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. તો બીજી તરફ ભૂલકાઓની જરાયે ચિતા કર્યા વગર પોતે રટેલું ભાષણ ભૂલકાઓ પર થોપી તાળીયોની દાદ લેતા કોર્પોરેટર સહિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો અને શિક્ષકો નજરે પડ્યા હતા.

Next Story