Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં સમારકામ દરમિયાન સિટીઝન કોમ્પલેક્ષમાં ફરી ગેલેરી તૂટી

ભરૂચમાં સમારકામ દરમિયાન સિટીઝન કોમ્પલેક્ષમાં ફરી ગેલેરી તૂટી
X

ભરૂચના પશ્ચિમ

વિસ્તારમાં આવેલા મહંમ્મદપુરા રોડ ઉપર આવેલ સિટીઝન કોમ્પ્લેક્ષમાં સમારકામ દરિમયાન એકાએક ફરી

ગેલેરી ધરાશયી થતાં નાસભાગ મચી જવા પામી હતી.જો કે ઘટનાની જાણ થતાં જ ભરૂચ

નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં

કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે

કે ગત ૬ નવેમ્બરના રોજ પણ આ પ્રમાણે જ સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી

ધરાશાયી થઇ ગઇ હતી. જેને પગલે એક પરિવાર મકાનમાં જ ફસાયું હતું.જેમને ફાયર બ્રિગેડ

દ્વારા સીડીની મદદથી રેસ્ક્યૂ કર્યાં હતા. તે જ ગેલેરીના સમારકામ દરમીયાન આજે ફરીવાર

આ ગેલેરી તૂટી પડી હતી.જોકે મોટી દુર્ઘટના ટળી હતી.

Next Story