Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સેવાશ્વમ હોસ્પીટલમાં સગર્ભાનું બાળક્ના જન્મ બાદ મોત,સારવારમાં બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ

ભરૂચ: સેવાશ્વમ હોસ્પીટલમાં સગર્ભાનું બાળક્ના જન્મ બાદ મોત,સારવારમાં બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ
X

પ્રસુતિ બાદ ગુપ્ત ભાગે બ્લીડીંગ થી પ્રસુતાનું મોત

સારવારમાં બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલમાં સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપી મોત થઈ જતા પરિવાર દ્વારા સારવારમાં હોસ્પીટલે બેદરકારી કરી હોવાનો કરાયો આક્ષેપ.

ભરૂચ સગર્ભા મહિલાઓના જીવ સાથે રમતા હોય તેવા આક્ષેપ બોખલા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મોહિની સંજયભાઈ બોખલા સગર્ભા હોય ગત રાત્રિના સમયે ભરૂચની સેવાશ્વમ હોસ્પીટલમાં દાખલ કરાઇ હતી. મોહિનીબેનને ડીલેવરી થતા બાળક અને મહિલા બંને જણા જીવીત હતા. પ્રસુતા મહિલાને ગુપ્ત ભાગે બ્લડિંગ થતું હોય તેના પરિવારજનોએ હોસ્પીટલના તબીબોને જાણ કરવા છતાં પણ તેઓ જોવા પણ ના આવતા આખરે મોહિનીબેનનું મોત નીપજ્યું હોય તેવા આક્ષેપો તેમના પરિવારે કર્યા છે.

દિકરીના મોત અંગે આક્રંદ સાથે માતા અરૂણાબેને જણાવ્યું કે માઈ દિકરીને નોર્મલ ડીલેવરી થઈ હતી પણ દીલેવરી રૂમમાં જયારે ડીલેવરી થતીહતી ત્યારે મારી દીકરી ખુબ બુમો પાડતી હોય મેં જવા પ્રયત્ન કર્યો પણ હોસ્પીટલના સ્ટાફે મને જવા દીધી ન હતી.બાદમાં તેને બહાર ખાટલે લાવતા મ્હોહિનીને ચક્કર આવવા સાથે ગુપ્ત ભાગે ખુબ જ બ્લીડીંગ ચાલુ થયું હતું. જે અંગે પણ મેં વારંવાર સ્ટાફ નર્સ ને કહેવા જતા એવુ તો થાય કહી ઉંધી રહ્યા પણ ના તો કોઇ તબીબ આવ્યા કે ના નર્સ અને આખરે મારી દીકરીનું મોત નીપજ્યું હતું. જે હોસ્પીટલની બેદરકારીના કારણે જ થયું છે. આવા કસુરવારોને સજા થાય જેથી કોઇએ દિકરી અને માતા ,પત્ની ના ગુમાવવી પડે તેવી માંગ પણ તેમણે કરી હતી.

હાલમાં તો પોલીસે મહીલાની લાશનો કબ્જો મેળવી તેના પી.એમ. અંગેની કાર્યવાહી હાથ ધરી છે.મહિલાના પી.એમ. બાદ જ તેના મોતનું ચોકક્સ કારણ બહાર આવ્યે કોની ભુલ હતી તે સ્પષ્ટ થશે

Next Story