Connect Gujarat
ગુજરાત

ભરૂચ:સ્પર્ધાત્મક પરિક્ષા તાલીમ વર્ગ સમાપન સમારોહ યોજાયો

ભરૂચ:સ્પર્ધાત્મક પરિક્ષા તાલીમ વર્ગ સમાપન સમારોહ યોજાયો
X

પહેલા લાગવગના જોરે નોકરી મળતી જેમાં સક્ષમને અન્યાય થતો હવે પરીક્ષા પદ્ધતિના કારણે જે સક્ષમ છે તેને નોકરી મળે છે : ઇશ્વરસિંહ પટેલ

વર્ષો પહેલાં સરકારી ભરતીઓમાં લાગવગના આધારે નોકરી મળતી હતી. જેના કારણે સક્ષમ લોકોને અન્યાય થતો હતો. પરંતુ હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કારણે જે સક્ષમ છે તેમને જ નોકરી મળેછે. હવે લાગવગ શાહીનો સફાયો થઈ ગયો છે તેમ રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભરૂચના નિકકંઠ ઉપવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના વિનામૂલ્યે તાલીમ વર્ગના સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને સંબોધતા કહ્યા હતા.

ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા ૧લી જાન્યુઆરીના રોજ સરકારી ભરતીમાટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગની શરૂઆત કરી હતી. સુરતની યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તજજ્ઞોએ એક મહિના સુધી ૧૭પ જેટલા તાલીમાર્થીઓને પરીક્ષા અંગે તાલીમ આપી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" td_gallery_title_input="ભરૂચ:સ્પર્ધાત્મક પરિક્ષા " ids="82804,82805,82806"]

૩૧ જાન્યુઆરીના રોજ તેનો સમાપન સમારોહમાં રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સરકારી ભરતીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને પ્રાધાન્ય આપી ભરતી કરતા હવે ખરેખર જે યુવાન કે યુવતી યોગ્ય છે, સક્ષમ છે તેમને નોકરીની તકો ઉપલબ્ધ થઇ રહી છે. આગામી સમયમાં હજુ મોટા પાયે ભરતી થવાની છે ત્યારે તેના માટેની તૈયારીઓ કરી આ પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે તેમણે તાલીમાર્થીઓને શુભેચ્છા આપી હતી સાથે તાલીમવર્ગનું આયોજન કરનાર બંને સંસ્થાઓને પણ બીરદાવી હતી.

ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ૬૦ હજાર જેટલા સ્થાનોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાનાર છે. જેના કારણે યોગ્ય અને લાયક ઉમેદવારો માટે સારી તક ઉપલબ્ધ થઇ રહી છે. તેમણે માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ધનજીભાઇ પરમાર એ નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના નરેશભાઇ ઠક્કર દ્વારા આયોજિત તાલીમવર્ગની સરાહના કરી આવા તાલીમ વર્ગોથી જિલ્લાના યુવક અને યુવતિના ઉત્સાહમાં વધારો થવા સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જાગૃતિ અને જાણકારીમાં વધારો થતા આ જિલ્લામાંથી પણ સરકારના વહિવટમાં યુવાન અને યુવતિઓને તકો મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. જ્યારે ધનજીભાઇ પરમાર અને નરેશભાઇ ઠક્કર બંનેએ તાલીમ મેળવનાર યુવાન અને યુવતિઓને શુભેચ્છાઓ આપી આગામી સમયમાં પણ આ પ્રકારના તાલીમ વર્ગોનું સતત આયોજન થતું રહેશે તેમ જણાવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા જિલ્લા મંત્રી દિવ્યેશભાઇ પટેલ, નારાયણ વિદ્યા વિહારના આચાર્ય મહેશભાઇ ઠાકર, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષક ગજેન્દ્રભાઇ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેકટર અજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Next Story