Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરના જૂના દીવા નજીક સોસાયટીમાં રહેતો પરિવાર ગયો હતો બહારગામ, જુઓ બંધ મકાનમાં શું બન્યું..!

ભરૂચ : અંકલેશ્વરના જૂના દીવા નજીક સોસાયટીમાં રહેતો પરિવાર ગયો હતો બહારગામ, જુઓ બંધ મકાનમાં શું બન્યું..!
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જૂના દીવા રોડ પર આવેલ અંબિકા નિકેતન સોસાયટીના બંધ મકાનમાં તસ્કરે હાથફેરો કર્યો હતો. જેમાં રૂ. 14 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કર ફરાર થઈ જતાં અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના જૂના દીવા રોડ પર આવેલ અંબિકા નિકેતન સોસાયટીના મકાન નં. 53માં રહેતા વિશાલ મોદી પોતાના પરિવાર સાથે સુરત ગયા હતા. જોકે મકાન બંધ હોવાની ગંધ આવી જતાં દરવાજાનો નકૂચો તોડી તસ્કરે મકાનમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી અજાણ્યો તસ્કર ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 22થી 25 તોલા સોના-ચાંદીના ઘરેણાં જેની કિંમત આશરે 14,12,500 રૂપિયા અને 50 હજારથી વધુની રોકડ રકમ મળી કુલ 14,62,500 રૂપિયાના માલમત્તાની ચોરી થઈ હોવાનું મકાન માલિક વિશાલ મોદીએ જણાવ્યુ હતું, ત્યારે હાલ તો પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ સહિત FSLની મદદ લઈ ચોરીને અંજામ આપનાર તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Next Story