Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરમાં પતિ - પત્ની વૃક્ષની ડાળી કાપતા હતાં, પછી જે થયું તે સાંભળી તમે રડી ઉઠશો

ભરૂચ : અંકલેશ્વરમાં પતિ - પત્ની વૃક્ષની ડાળી કાપતા હતાં, પછી જે થયું તે સાંભળી તમે રડી ઉઠશો
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન સોસાયટીમાં વૃક્ષી ડાળી કાપતી વેળા પતિ-પત્નીને વીજ કરંટ લાગતા બંનેના ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યા હતાં. વીજ કંપનીની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહયાં છે. લોકડાઉન બાદ વીજ કંપનીએ ગ્રાહકોને બીલ આપવાની શરૂઆત કરી હતી. લાખો રૂપિયાના વીજબીલ ફટકારી વીજ કંપનીએ પોતાની બુધ્ધિનું દેવાળું ફુંકયુ હતું. એક ગ્રાહકના તો વીજ કંપનીમાં નાણા જમા હોવા છતાં તેમને એક લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. જો કે પાછળથી પોતાની ભુલ સમજાતા વીજ કંપનીએ હાથથી લખેલા બિલમાં પણ પ્રિન્ટીંગ મિસ્ટેકનું રૂપાળુ બહાનું કાઢી પોતાની ભુલ સુધારી લીધી હતી. આટલી બેદરકારી થતી હોવા છતાં હજી વીજ કંપની સુધરવાનુ નામ લેતી ન હોય તેમ લાગી રહયું છે. ચોમાસા પહેલાં પ્રિ મોનસુન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને કલાકો સુધી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. પ્રિ મોનસુન કામગીરી કરાતી હોવા છતાં વીજકરંટથી લોકો જીવ ગુમાવી રહયાં છે તે દુખદ અને વીજ કંપની માટે શરમની બાબત છે. વીજ કંપનીની બેદરકારીના કારણે આખા પરિવારનો માળો પીંખાય ગયો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા 49 વર્ષીય સુબીર સુનિલભાઈ ભૌમિક અને તેઓની પત્ની ઘરની પાછળ આવેલ સેવનના વૃક્ષની ડાળી કાપી રહ્યા હતા તે દરમિયાન તેમને ઘરની પાસેથી પસાર થતા વીજ વાયરમાંથી વીજ કરંટ લાગ્યો હતો. વીજળીના ઝટકાથી તેઓ રોડ પર ફંગોળાઇ ગયાં હતાં. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં પણ બંનેએ જીવ ગુમાવી દીધો હતો. બનાવ અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. જીઆઇડીસી પોલીસ વીજ કંપનીના બેદરકાર અધિકારી કે કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી સોસાયટીના રહીશોએ માંગ કરી છે.

Next Story