Connect Gujarat
ગુજરાત

ભરૂચ: અખીલ ભારતીય કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવે મગ ખરીદવા સહિતની માંગ સાથે કલેકટને આપ્યું આવેદન

ભરૂચ: અખીલ ભારતીય કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવે મગ ખરીદવા સહિતની માંગ સાથે કલેકટને આપ્યું આવેદન
X

ખેડૂતોના હિતની વિવિધ ૧૦ જેટલી માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદન પાઠવી માંગણીઓ નહીં સંતોષાય તો પ્રજા રોડ ઉપર આવશેની ચીમકી પણ ઉચ્ચારી.

ભરૂચ જિલ્લા કલેકટરને અખીલ ભારતિય કિસાન સંધ દ્વારા ખેડૂતોની જણસ એવા મગના લધુત્તમ ટેકાના ભાવે ખરિદવા તથા રવિ પાક એવા મગનું રજીસ્ટ્રેશન શરૂ કરવા સહિતા વિવિધ ૧૦ જેટલી માંગણીઓ સાથે આવેદન પાઠવાયું હતું.

ખેડૂતો દ્વારા કલેક્ટરાલય ખાતે સુત્રોચ્ચાર બાદ અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયા મુજબ આઝાદીના સાત-સાત દાયકાઓ પચી પણ આજે કૃષિપ્રધાન દેશ ગણાતા દેશના અગ્રેસર એવા ગુજરાત રાજ્યમાં કૃષિ અને કિસાનોની સમસ્યાઓ ઉપર પુરતું ધ્યાન નહિં આપવામાં આવતું હોવાના કારણે અને આજ દિન સુધી સરકારો દ્વારા માત્ર ચુંટણી આવે ત્યારે વાયદાઓ કરી અનેક યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવતો ન હોય ખેડુતોને આર્થીક રીતે મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે.

ભારતિય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લામાં પાકતા વાવેતરના આંકડાઓને ધ્યાને લઈ ખરીદ કેંન્દ્રોની ફાળવણી કરવા, ભરૂચના હાંસોટ,વાગરા, જંબુસર, ઝઘડીયા, વાલીયા, આમોદ અને અંકલેશ્વર સહિત જિલ્લામાં મગનું વાવેતર વધુ હોય ખરીફ કેન્દ્રો ઓછા હોય તેમજ વાલિયામાં મોટાભાગના ખેડુતો રજીસ્ટ્રેશન કરાવવાના બાકી હોય નવું રજીસ્ટ્રેશન કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવે, જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી ખરીફ નોંધણી તાકીદે શરૂ કરી ખરીદીના સમયમાં વધારો કરવામાં આવે, ખેડુતોને અપાતી વિજળીના ભાવ સમાન કરવામાં આવે, લેન્ડલુઝરોને રોજગારી તેમજ નર્મદામાં પુરતું પાણી છોડવા જેવી માંગણીઓ ગંભીરતાથી લઈ યોગ્ય પગલા ભરવાની માંગ કરી હતી. સાથે સાથે જો આ તમામ માંગણીઓનો તત્કાલ નિકાલ નહીં કરાય તો ભરૂચ જિલ્લાની શાંત પ્રજા રોડ ઉપર ઉતરશે ની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ પ્રસંગે કિસાન સંધના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Next Story