Connect Gujarat
સમાચાર

ભરૂચ અને ખેડા જિલ્લામાં “ શિયાળા” માં “ચોમાસા”નો માહોલ

ભરૂચ અને ખેડા જિલ્લામાં “ શિયાળા” માં “ચોમાસા”નો માહોલ
X

ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઋુતુ ચક્રમાં ભારે બદલાવ જોવા મળી રહયો છે ત્યારે શનિવારે મોડી રાત્રે ભરૂચ અને ખેડા સહિત રાજયના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શીતલહેરો અને વરસાદના કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
ચાલુ વર્ષે રાજયમાં ચોમાસું લાંબુ ખેંચાયું છે અને વાતાવરણમાં અચાનક પલટો આવી જતાં ગમે ત્યારે વરસાદની એન્ટ્રી થઇ જાય છે. શિયાળાની ફુલગુલાબી ઠંડીનો પ્રારંભ થઇ ચુકયો છે તેવામાં શનિવારે મોડી રાત્રે મોસમે કરવટ બદલી હતી. ભરૂચ અને ખેડા સહિત રાજયના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના વાલિયામાં અને ખેડાના ડાકોરમાં વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. કમોસમી વરસાદના કારણે રવિ પાકોનું વાવેતર કરનારા ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. કમોસમી વરસાદના કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો

Next Story