Connect Gujarat
ગુજરાત

ભરૂચ અને છોટાઉદેપુરનાં સાંસદોને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનનો કડવો અનુભવ

ભરૂચ અને છોટાઉદેપુરનાં સાંસદોને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનનો કડવો અનુભવ
X

દિલ્હીથી વતન આવી રહેલાં સાંસદોએ નાસ્તો મંગાવતાં પેન્ટ્રી સંચાલકોએ સડેલા બદામ આપ્યા

છોટા ઉદેપુરના સાંસદ રામસીંગ રાઠવાને દીલ્હીથી પરત ફરતી વખતે આજે ઓગસ્ટ ક્રાંતી રાજધાનીમાં આજે કડવો અનુભવ થયો હતો. અને ખાવા માટે મંગાવેલી બદામ સળેલી નીકળતા રેલ મંત્રીને જણા કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

રામસીંગભાઈ રાઠવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સંસદ ચાલુ હોવાથી દીલ્હી ગયા હતા. પરંતુ શનિવાર અને રવીવાર હોવાથી દીલ્હીથી ઓગસ્ટ ક્રાંતી રાજધાનીમાં ઘરે પરત આવી રહયા હતા. દરમિયાન તેઓને નાસ્તો કરવાની ઈચ્છા થતાં ડ્રાઈફ્રુટ મંગાવ્યું હતું. ટ્રેનમાંથી અપાયેલું બદમાનું પેકેટ તોડીને ખાવા જતાં બદામ સળેલી નીકળી હતી. એટલે ફરીથી મનસુખભાઇ વસાવાએ પણ બીજું પેકેટ મંગાવ્યું હતું. તેમાથી પણ બદામ સળેલી નીકળી હતી.

મહત્વની વાત તો એ છે કે, મોટાભાગની ટ્રેનોમાં ખાવા માટેનું જે ફૂડ પીરસવામાં આવે છે. ઓગસ્ટ ક્રાંતી ટ્રેનમાં જે બદામ સાંસદશ્રીઓને પીરસવામાં આવી હતી તે વંડરલેંડ બ્રાન્ડની હતી અને તે પણ પ્રીમીયમ ક્વોલીટીની. પ્રીમીયમ ક્વોલીટીની વસ્તુ હોવા છતાં આવી સળેલી બદામ પીરસવામાં આવે તે ખૂબ જ નિંદાનીય બાબત કહેવાય. ટ્રેનમાં આવું હલકી કક્ષાનું ફૂડ આપવામાં આવે છે તે બાબતે વારંવાર પ્રજા ફરીયાદો કરતી હોય છે પરંતુ આજે તો દેશના સાંસદોને આજે કડવો અનુભવ થતાં તાત્કાલીક દેશના રેલ મંત્રીને ફરીયાદ કરીને પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.

છોટા ઉદેપુરના સાંસદ રામસીંગભાઈ રાઠવા સાથે થયેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી અમારા ધ્યાનમાં હતું. જે ફૂડ અપાય છે તે વ્યવસ્થિત નથી. અને તેમાય ડ્રાઈફ્રુટ. આજે અમે થોડું વધારે ચેક કર્યું અને જોયું મને જે આપ્યું હતું તેમાય બદામ સળેલી નીકળી. હુ એ મનસુખભાઇને કહ્યું તેમણે પણ પેકેટ તોડ્યું તો તેમાય સળેલી બદામ નીકળી, એટલે અમે પેન્ટ્રીના ઇંચાર્જને બોલાવ્યા. અને ચેક કરવા બીજા બે પેકેટ તોડ્યા તેમાય સળેલી નીકળી. એટલે અમને થયું કે આને રહેવા દેવાય નહી, અને કંપનીવાળાને ભાન થવું જોઈએ. એટલે અમે ફોટો પાડીને રેલ મંત્રીને જાણ કરી દીધી અને જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી છે.

Next Story