Connect Gujarat
ગુજરાત

ભરૂચ: આત્મીય સ્કુલના બાળકોએ સ્વામીનારાયણની ધૂન થકી શહિદોને અર્પી શ્રધ્ધાંજલી

ભરૂચ: આત્મીય સ્કુલના બાળકોએ સ્વામીનારાયણની ધૂન થકી શહિદોને અર્પી શ્રધ્ધાંજલી
X

તા.૧૪/૨/૨૦૧૯ નાં રોજ જમ્મુ-કાશ્મીર “પુલવામાં”માં હાઈવે પર સી.આર.પી.એફ નાં જવાનોની ગાડી પર આતંકી હુમલો થયો તેમાં હિન્દુસ્તાનનાં ૪૪ જવાનો એ શહીદી વહોરી છે. તે જવાનોને પરમ કૃપાળું પરમાત્મા અને મા નર્મદા તેમના આત્માને શાંતિ આપે, તેમનાં કુટુંબને બળ આપે, તેવા હેતુથી આત્મીય શાળા સંકુલનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં બાળકોએ મા નર્મદા કિનારે મૌન પાળ્યું હતું અને ભગવાન સ્વામીનારાણની ધૂન કરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="84492,84493,84494,84495,84496,84497,84498,84499"]

તેમજ પ્રધાનમંત્રીને વિનંતી સહ બાળકો દ્વારા મેસેજ આપ્યો હતો કે આતંકવાદને નાથવા, જયાં આતંકવાદનો ઉછેર થાય છે ત્યાં તાત્કાલિક હુમલો કરવો જોઈએ અને પાકિસ્તાન સાથે જરૂર પડે તો યૂધ્ધ જાહેર કરી આવા હુમલાઓને રોકવા જોઈએ. આ પ્રસંગે માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સભ્ય અને શાળાના મેનેજીંગ ડાયરેટર પ્રવિભાઈ કાછડીયાએ બાળકોને દેશપ્રેમ અને શહીદો માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી હતી.

Next Story