Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઉદ્યોગોના પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ માટે અંકલેશ્વરમાં ૭૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થપાશે

ભરૂચ : ઉદ્યોગોના પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ માટે અંકલેશ્વરમાં ૭૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થપાશે
X

ભરૂચ જીલ્લામાં અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદૂષણને નાથવા રૂપિયા ૭૦ કરોડના ખર્ચે એમ.એસ.એમ.ઈ. એકમો માટે કોમન ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) પ્લાન્ટ સ્થપાશે. અંકલેશ્વરમાં ૬૫૦થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોડક્શનમાં પણ ફાયદો થશે. કોમન ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ૧૦ MLDની રહેશે. આ પ્લાન્ટમાંથી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી એન.સી.ટી.માં મોકલાવામાં આવશે. અંકલેશ્વર ખાતે નાના અને મધ્યમ કદના ઉદ્યોગ એકમો માટે ૧૦ MLD કેપેસીટી કોમન ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આવતી કાલે સોમવારના રોજ ભૂમિપૂજન કરવામાં આવશે. અંકલેશ્વર નોટીફાઈડ એરીયા ઓથોરીટી (જીઆઈડીસી) અને અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિ. દ્વારા સંચાલિત MSME એકમો માટે ૧૦ MLD કેપેસીટીવાળા CETPમાં એફલુએન્ટ કન્વેન્સ ૫ જેટલી પીઓપી પાઈપ લાઇન, વેસ્ટ એકસચેંજ સેન્ટર અને બાયો-કોલસા બ્રિકવેટ તથા ઘરેલું કચરાનું મેનેજમેન્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નાના અને મધ્યમ કદના એકમો માટે પર્યાવરણની જાણવણી માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૧૦ MLD ક્ષમતા ધરાવતા આ પ્લાટમાં હાલ ૪૭૨ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસમાં ૬૫૦ જેટલા ઉદ્યોગો જોડાશે અને પોતાનું દુષિત પાણી આ પ્લાન્ટમાં મોકલશે જેને ટ્રીટમેન્ટ કરી એન.સી.ટીમાં ફાઇનલ ડિસ્ચાર્જ માટે મોકલવામાં આવશે. વેસ્ટ એકસચેંજ સેન્ટર અને બાયો-કોલસા બ્રિકવેટ અને ધરેલું કચરો પણ મેનેજમેન્ટ કરાવમાં આવશે.

ક્રિટિકલ ઝોનની સમસ્યા વચ્ચે નાનાથી માંડી મધ્યમ કદના ઉદ્યોગો પોતાના પ્રદુષિત પાણી નિકાલ માટે કંપની દીઠ ટ્રીટમેન્ટ પ્લાન હવે નહિ બનાવવો પડે. નહિ નફા કે નહિ નુકશાનના ધોરણે ઉભી થનાર ફેસિલિટીના સભ્ય બની પ્રદુષિત પાણીનું આ એમ.એસ.એમ.ઈ.ના સી.ઈ.ટી.પી પ્લાન્ટના મોકલી અપાશે. જેથી પ્રોડક્શન કોસ્ટમાં પણ ધટાડો થશે અને પોતાનું પ્રદુષિત પાણીનું પર્યાવરણની જાણવણી સાથે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી મોટો ફાયદો સેપી આંક માટે એન.સી.ટીના ઇનલેટ અને આઉટ લેટના સી.ઓ.ડી., બી.ઓ.ડી., એમોનિકલ નાઇટ્રોજન સહીતના વિધ આંક લેવામાં આવી રહ્યા છે, જેમાં પણ મોટો સુધારો કરવામાં આવશે.

Next Story