Connect Gujarat
Featured

ભરૂચ : એપીએમસી બંધ કરાતા ખરીદી માટે હજારોની ભીડ ઉમટી પડી

ભરૂચ : એપીએમસી બંધ કરાતા ખરીદી માટે હજારોની ભીડ ઉમટી પડી
X

ભરૂચના

એપીએમસીને વડદલા ખાતે સ્થળાંતરિત કરવાના તંત્રના નિર્ણય બાદ એપીએમસી ખાતે હજારોની

ભીડ ઉમટી પડતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરની

મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના કામકાજને

વડદલા ખાતે નવા બનેલા એપીએમસી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14મી તારીખ સુધી હાલના એપીએમસીને

સંપુર્ણપણે બંધ રાખવાના નિર્ણયની જાણ થતાં એપીએમસી ખાતે હજારો લોકો શાકભાજીની

ખરીદી માટે ઉમટી પડયાં હતાં. કોરોના વાયરસના કારણે કલમ -144 લાગુ હોવા છતાં હજારો લોકો એક સાથે ખરીદી

માટે એપીએમસી ખાતે આવી પહોંચ્યાં હતાં. ભારે ભીડના કારણે રસ્તા પર ટ્રાફિકજામ થઇ

ગયો હતો. 14મી તારીખ

સુધી એપીએમસી વડદલા ખાતે કાર્યરત રહેશે. નવું એપીએમસી શહેરથી 10 કીમી કરતાં વધારે અંતરે આવેલું છે.

એપીએમસીના સ્થળાંતર બાદ હવે ભરૂચવાસીઓએ શાકભાજી માટે લારીઓ વાળાઓ પર વધારે આધાર

રાખવો પડશે.

Next Story