Connect Gujarat
ગુજરાત

ભરૂચ એસ.ટી. વિભાગના કર્મચારીઓ આખરે આંદોલનના માર્ગે

ભરૂચ એસ.ટી. વિભાગના કર્મચારીઓ આખરે આંદોલનના માર્ગે
X

ન્યાય માટે ધરણા સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

પડતર માંગણીઓ ના સંતોષાતા આખરે એસ.ટી. વિભાગના કર્મચારીઓએ ત્રણ કર્મચારી સંગઠનોની આગેવાનીમાં રાજ્યવ્યાપી આંદોલનની ઘોષણા કરતા આજરોજ ભરૂચ જિલ્લા એસ.ટી. વિભાગના કર્મચારીઓએ ધરણા પર બેસી ભારે સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

એસ.ટી. વિભાગના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈ છેલ્લા કેટલાય સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. એસ.ટી. વિભાગના કર્મચારી યુનિયનોએ અવાર નવાર સરકારમાં રજૂઆતો કરી હતી.જોકે સરકારે મચકના આપતા કર્મચારીઓમાં રોષ ઉભો થયો હતો.

એસ.ટી.વિભાગના ત્રણ કામદાર યુનિયનોએ ભેગા થઈ સરકાર સામે અવાજ ઉઠાવી આંદોલનની ઘોષણા કરી હતી. જેના ભાગ રૂપે આજરોજ ભરૂચ એસ.ટી. વિભાગના તમામ ડેપોના કર્મચારીઓ એ ધરણા પર બેસી ન્યાય મેળવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. બે દિવસીય ધરણા બાદ પણ જો કર્મચારીઓના હિતમાં સરકાર નિર્ણય ના લે તો ૨૧ ફેબ્રુઆરીના રોજ રાજ્યભરના કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતરી જશે તેવી ચીમકી પણ યુનિયનોના વડાએ ઉચ્ચારી છે. અને તો રાજ્યભરનો એસ.ટી. વ્યવહાર ખોરવાય તેવી સંભાવના છે.

Next Story