Connect Gujarat
Featured

ભરૂચ : કાચા કામના કેદીએ જેલમાંથી ભાગવા ખાધો “સાબુ”, જુઓ શું છે ઘટના

ભરૂચ : કાચા કામના કેદીએ જેલમાંથી ભાગવા ખાધો “સાબુ”, જુઓ શું છે ઘટના
X

ભરૂચ સબ જેલમાંથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલાં બે કાચા કામના કેદી વેન્ટીલેટરની બારીમાંથી કુદીને ફરાર થઇ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે.

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં કાચા કામના બે કેદી ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આથાડુંગરી ગામના નિશાળ ફળિયામાં રહેતો 22 વર્ષીય અર્જુન ઉર્ફે અજ્જુ જયંતિ પરમાર 3 મહિનાથી ભરૂચ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. તેને 3 સપ્ટેમ્બરના રોજ સતત તાવ રહેતો હોવાથી તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચના તાડીયા ગામના મંદિરવાળા ફળીયામાં રહેતો આકાશ સંજય વસાવા છેલ્લા 4 મહિનાથી કાચા કામના કેદી તરીકે ભરૂચ સબ જેલમાં બંધ હતો. 5 સપ્ટેમ્બરના રોજ તે સાબુ ખાઇ જતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કાચા કામના બંને કેદીઓ ફરાર થઇ ગયા હતાં. આકાશ વસાવાઅ જેલમાંથી ભાગી જવાના ઇરાદા સાથે જ સાબુ ખાઇ લીધો હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે. સાબુ ખાઇ લીધા બાદ તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં 3 પોલીસ કર્મચારી અને 11 સિકયુરીટી ગાર્ડ હોવા છતાં બંને કેદીઓ ફરાર થઇ ગયાં છે. હાલ તો તેમને ઝડપી પાડવા નાકાબંધી ચાલુ કરી દેવામાં આવી છે

Next Story