Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કારેલી ગામેથી ભાજપની ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ

ભરૂચ : કારેલી ગામેથી ભાજપની ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ
X

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિના અવસરે ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની ગાંધી સંકલ્પયાત્રાનો જંબુસર તાલુકાના કારેલી ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિના અવસરે ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. મહાત્મા ગાંધીજીના આર્દશો અને વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની ગાંધી સંકલ્પયાત્રાનો જંબુસર તાલુકાના કારેલી ગામેથી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, પુર્વ મંત્રી છત્રસિંહ મોરી સહિતના આગેવાનો જોડાયાં હતાં. કારેલીથી નીકળેલી યાત્રાનું સેલંબા ખાતે સમાપન થશે. આ દરમિયાન ભરૂચ અને નર્મદા જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારોને આવરી લેવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. કારેલીથી શરૂ થયેલી યાત્રામાં ગાંધીજીની વેશભુષા ધારણ કરનારો બાળક આર્કષણનું કેન્દ્ર બન્યો હતો.

Next Story