Connect Gujarat
ગુજરાત

ભરૂચ કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલ ટેક્સ મુદ્દે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

ભરૂચ કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલ ટેક્સ મુદ્દે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન
X

અમદાવાદ-મુંબઈ વચ્ચે વાહન ચાલકોને ટ્રાફિક માંથી મુક્તિ માટે નિર્માણ પામેલા અને દેશનાં વડાપ્રધાનનાં હસ્તે ખુલ્લો મુકાયેલા કેબલ સ્ટેઇડ બ્રિજ તેના નિર્માણ કાર્ય વખત થીજ ચર્ચામાં હતો, ત્યારે બ્રિજનાં મુલદ નજીક નિર્માણ પામનાર ટોલટેક્ષનાં કારણે બ્રિજ વધુ એક વાર ચર્ચામાં આવ્યો છે.

ભરૂચનાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર સપ્ટેમ્બર મહિનાથી ટોલટેકસ ઉઘરાવાનું શરુ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આ મુદ્દે જીલ્લા અને યુથ કોંગ્રેસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને નવ નિર્માણ પામનાર ટોલ ટેકસ માંથી વાહન ચાલકોને મુક્તિ માટેની માંગ ઉચ્ચારી હતી.

ભરૂચ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યુ હતુ કે રાજયસભાનાં સાંસદ અને અહમદભાઈ પટેલે જેતે વખતે કેબલ સ્ટેઇડ બ્રિજને મંજુર કરાવી સામાન્ય લોકોને ટ્રાફિક અને ટોલ માંથી મુક્તિ મળે તે માટેનાં પ્રયાસો હાથ ધર્યા હતા, અને જો હવે આગામી દિવસોમાં લોકો પાસે થી ટોલ ટેકસ વસુલવામાં આવશે તો કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી આંદોલન કરશે તેમ જણાવી ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

જયારે યૂથ કોંગ્રેસનાં જીલ્લા પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યુ હતુ કે દેશ અને રાજ્યનાં વાહન ચાલકોને આહવાન કરું છુ કે કોઈ પણ ટોલ ટેકસ આપવો નહીં અને જો ટેકસ લેવામાં આવશે તો યૂથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

કોંગ્રસનાં ધરણા પ્રદર્શનમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝૂ ફડવાલા, મહિલા પ્રમુખ ધૃતા રાવલ અગ્રણી મહંમદ ફાંસીવાલા, દિલાવર પટેલ, સહિતનાં શહેર અને જીલ્લાનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story