Connect Gujarat
ગુજરાત

ભરૂચ કોંગ્રેસમાં વિરોધને ઠંડો પાડવા કિરણ ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી

ભરૂચ કોંગ્રેસમાં વિરોધને ઠંડો પાડવા કિરણ ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી
X

ભરૂચ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ દ્વારા કિરણ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવતા પક્ષમાં ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો હતો, જેના કારણે તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.

તારીખ 19મીની રાત્રીએ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, ભરૂચ બેઠક માટે કિરણ ઠાકોરનાં નામની જાહેરાત થતા પાટીદારો તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ એ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

જેના કારણે કિરણ ઠાકોરે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. કિરણ ઠાકોરે જણાવ્યુ હતુ કે કોંગ્રેસનાં મોવડી મંડળે બદલાયેલા સંજોગોમાં વિનંતી કરતા તેને માન આપી હું મારી ઉમેદવારી પરત ખેચું છું અને પક્ષ જેને ટિકિટ ફાળવશે તેની સાથે ખભે ખભા મિલાવી કામ કરીશ, વધુમાં મોવડી મંડળે મારામાં વિશ્વાસ મુક્યો એટલે હું તેમનો ઋણી છું.અને સમય ની માંગ ને સ્વીકારી હું ઉમેદવારી પાછી ખેંચુ છું. પક્ષ પ્રતિ નિષ્ઠા અખંડ રહેશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story