Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કોરોનાના સાત દર્દીઓને કરાયા ડીસ્ચાર્જ, જુઓ કેવો હતો હોસ્પિટલનો માહોલ

ભરૂચ : કોરોનાના સાત દર્દીઓને કરાયા ડીસ્ચાર્જ, જુઓ કેવો હતો હોસ્પિટલનો માહોલ
X

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝીટીવી દર્દીઓનો ઇલાજ ચાલી

રહયો હોવાથી હોસ્પિટલની ફરતે પોલીસે કિલ્લેબંધી કરી દીધી છે. શુક્રવારના રોજ સાત

દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને ડીસ્ચાર્જ કરાયાં છે ત્યારે અમે તમને બતાવી

રહયાં છે જયાબેન મોદી હોસ્પિટલના દ્શ્યો…..

ભરૂચમાં પ્રથમ લોકડાઉનના અંતિમ ચરણમાં કોરોનાના દર્દીઓ મળવાની શરૂઆત થઇ હતી.

અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના 25 કેસ નોંધાય ચુકયાં છે જેમાંથી બે લોકોએ જીવ

ગુમાવી દીધાં છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 23 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જે પૈકી શુક્રવારના

રોજ સાત દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને રજા આપવામાં આવી છે. હોસ્પિટલના

સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તમામ દર્દીઓને વિદાય આપી હતી. દર્દીઓના ચહેરા ઉપર પણ

નવજીવન મળ્યું હોય તેવી ખુશી જોવા મળી હતી. અગાઉ ત્રણ દર્દીઓ સાજા થયાં હોવાથી

જિલ્લામાંથી કુલ 10 દર્દીઓ સાજા થઇ

ચુકયાં છે હવે માત્ર 13 દર્દીઓ જયાબેન

મોદી હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ

હાલમાં જિલ્લામાં 428

વ્યકતિઓને હોમ

કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે. 24મી તારીખે બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 49 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યાં છે.

અત્યાર સુધીમાં 5 લાખ કરતાં વધારે

ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. શુક્રવારના રોજ રજા આપવામાં આવી છે તેવા દર્દીઓમાં

સિવિલ હોસ્પિટલના બે કર્મચારીઓ, દયાદરા અને વણાકપોરના યુવાન તથા વાતરસા ગામના

ત્રણ યુવાનોનો સમાવેશ થાય છે. જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહેલાં નોડલ

ઓફિસરે લોકોને ઘરોમાં જ રહેવા માટે અપીલ કરી છે.

Next Story