Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે યોજાઇ મહિલા જાગૃતિ શિબીર

ભરૂચ ખાતે યોજાઇ મહિલા જાગૃતિ શિબીર
X

મહિલા જાગૃતિ શિબીરમાં મહિલાઓ સબંધિત યોજનાઓની વિસ્તુત જાણકારી અપાઇ.

જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચ ધ્વારા ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગરના સહયોગથી મહિલાઓ પોતાના હકક તેમજ હિતોનું રક્ષણ કરી શકે તેવા શુભ હેતુથી મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન ભરૂચના નસ'ગ કોલેજ હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જશુબેન પઢિયારના અધ્યક્ષતામાં દિપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો. આ શિબીરમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી વિલાસબેન પઢિયાર, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જશુબેન પઢિયારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતાના કાર્યકાળના ટુંકાગાળામાં જ રાજ્યમાં સમાજ અને રાષ્ટ્રને સુદ્રઢ બનાવવા મહિલા વિકાસને પ્રાધ્યાન્ય આપી એક સ્તૃત્ય કાર્ય હાથ ધર્યું છે. તેમ જણાવી મહિલાઓ માટેની ટેક હોમ રેશન યોજનાઓ વિશે જાણકારી આપી હતી. આ ટેક હોમ રેશન યોજનાથી બાળકો, સગર્ભા-ધાત્રી અને કિશોરીઓના પોષણની જરૂરીયાતને ધ્યાનમાં લઇને ૯ સુક્ષ્મ પોષકતત્વો સભર રેશન આપવાની જાગવાઇ છે. જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ ર્ક્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="81236,81237,81238,81239"]

વધુમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિમાંથી બનતી વાનગીઓનો પ્રદર્શન નિહાળ્યું હતું અને વિવિધ યોજનાઓ દ્રષ્ટાંતો સાથે ઝાંખી કરાવી હતી. મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી વિલાસબેન પઢિયારે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી જનકલ્યાણની આ યોજનાઓ લક્ષ્યાંક પુરતી સિમિત ન રહેતાં સાચા અર્થમાં વ્યાપક લાભ જરૂરતમંદ લાભાર્થીને મળે તેવી શીખ આપી હતી. ડા÷. નિલેશ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ. એ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જશુબેન પઢિયારે સુમુલ ડેરી દ્વારા ઉત્પાદિત બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ વિતરણ માટેના વાહનને લીલી ઝંડી આપી રવાના કરાયું હતું.

ડૉ. કેશવકુમારે આરોગ્યલક્ષી માહિતી પુરી પાડી હતી. મહિલા જગૃતિ શિબિરમાં બાલિકાઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વિષે પોતાનો વિચારો પ્રગટ ર્ક્યા હતા. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી દ્વારા અભયમ મહિલા કાર્યક્રમ તેમજ મહિલાઓ માટે કાયદાકિય સમજૂતી આપી હતી. ભરૂચ જિલ્લા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના શ્રીમતી કિરણબેન અને હેમાક્ષીબેન ધ્વારા મહિલાઓને તેમના અત્યારચાર સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની વિસ્તૃત કાયદાકિય માહિતી આપી હતી. આભારવિધિ આઇ.સી.ડી.એસ.ના રોશનબેન રાયલીએ કર્યું હતું.

આ પ્રસંગે બાળ વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, આગેવાન પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના કર્મચારી-અધિકારીઓ, આંગણવાડી મહિલાઓ, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Next Story