Connect Gujarat
ગુજરાત

ભરૂચ ગોલ્ડન બ્રિજ બપોરના 3 થી સાંજના 7 કલાક સુધી રહેશે બંધ

ભરૂચ ગોલ્ડન બ્રિજ બપોરના 3 થી સાંજના 7 કલાક સુધી રહેશે બંધ
X

ભારત સરકાર દ્વારા પ.પૂ.આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે સન્માન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહારાજશ્રીને તારીખ 13મી એપ્રિલના રોજ ભરૂચ ખાતે અર્પણ કરવામાં આવશે, આ પ્રસંગેનો અનેરો ઉત્સાહ જૈન બંધુઓમાં જોવા મળી રહ્યો છે.

ભરૂચના મક્તમપુરમાં આવેલ દિવ્ય જીવન સંઘ હોલ ખાતે હાલમાં જૈન આચાર્ય પ.પૂ. રત્નસુંદર સુરીશ્વરજી મહારાજના પ્રવચનનો લાભ જૈન બંધુઓ લઇ રહ્યા છે, ત્યારે સોનામાં સુગંધ ભળે તેવો પ્રસંગ તારીખ 13મી એપ્રિલ ગુરુવારના રોજ બનવાનો છે.

ભારત સરકાર દ્વારા જૈન આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કર્યો હતો.જે એવોર્ડ તારીખ 13ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહારાજશ્રી ને અર્પણ કરવામાં આવશે. જે અવસરની તૈયારીઓ જૈન બંધુઓ દ્વારા શરુ કરવામાં આવી છે, અને આ પ્રસંગનો ભારે ઉત્સાહ પણ જૈન સમાજ માં જોવા મળી રહ્યો છે.

તારીખ 13મી ગુરુવારના રોજ સીએમ રૂપાણી ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બની રહેલા બ્રિજ ની કામગીરીનું નિરીક્ષણ પણ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગોલ્ડન બ્રિજ બપોરના 3 થી સાંજના 7 કલાક દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Next Story