Connect Gujarat
સમાચાર

ભરૂચ ચાઈલ્ડ કેર હોસ્પિટલ ના તબીબ પર દર્દી ના પરિવારજનો નો હુમલો

ભરૂચ ચાઈલ્ડ કેર હોસ્પિટલ ના તબીબ પર દર્દી ના પરિવારજનો નો હુમલો
X

સાડા ત્રણ વર્ષની બાળકી ને અન્યત્ર સારવાર માટે લઈ જવાનું કહેતા બની ઘટના,તબીબે નોંધાવી પોલીસ ફરિયાદ

ભરૂચ શહેરમાં આવેલ બાળકો ની હોસ્પિટલ ચાઈલ્ડ કેર ના ડોક્ટર પર દર્દી ના પરિવારજનો ના હુમલાની ઘટના એ તબીબી આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.

4

શહેર ખાતે ની ચાઈલ્ડ કેર હોસ્પિટલ માં તારીખ 5 મી જુલાઈના રોજ એક આશરે સાડા ત્રણ વર્ષીય બાળકી અલિઝા મુસાફીર ખાન ની તબિયત સારી ન હોવાથી સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી,જેના સોનોગ્રાફી અને એક્ષરે ના રિપોર્ટમાં બાળકી ને લીવર પર સોજો હોવાનું જણાતા તબીબ નિમેષ કાછેલા એ તેણીના પરિવારજનો ને બાળકી ને વધુ સારવાર માટે સુરત અથવા અન્યત્ર લઈ જવા માટે ની સલાહ આપી હતી.

જે બાબત ની રીસ રાખીને બાળકી ના પરિવારજનો એ ડોક્ટર સાથે બોલાચાલી કરીને તબીબ ને મારમાર્યો હતો.જોકે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

3

બનાવ અંગે ડો.નિમેષ કાછેલા એ ભરૂચ A ડિવિઝન માં ફરિયાદ નોંધાવી હતી,જેમાં તેઓએ હુમલા ખોરો વિરૂદ્ધ મારામારી,રાયોટીંગ તેમજ એક્ટ્રોસીટી મુજબ કેસ દર્જ કરાવ્યો હતો,પોલીસે તેઓની ફરિયાદ નોંધીને સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story