Connect Gujarat
ગુજરાત

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો “એક બાળ એક ઝાડ” શાળા વનીકરણ કાર્યક્રમ

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો “એક બાળ એક ઝાડ” શાળા વનીકરણ કાર્યક્રમ
X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગુજરાત સરકારના શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત “એક બાળ એક ઝાડ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત શાળાનાં ધો-૧ થી ૧ર ના વિષ્યાર્થીઓને ભરૂચ જીલ્લા શિક્ષાધિકારીની કચેરીમાંથી ઉપસ્થિત E.I. ભસ્તભાઇ સલાટ, આચાર્યો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન સંપન્ન કરાયું હતું. શાળા મેનેજમેન્ટ દ્વારા શાળાના તમામ બળળકોને પોતાના રેહેઠાણ વિસ્તારની ખુલ્લી જગ્યામાં એક રોપનું વાવેતર તથા તેની માવજત કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તથા ૧૩૯૪ રોપા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે તેવું જણાવાયું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106421,106422,106423,106424,106425,106426,106427,106428"]

વિદ્યાર્થીઓ તેનું જતન કરે તથા સાર-સંભાળ રાખે તે હેતુસર તેઓને શાળા મેનેજમેન્ટ થકી પાણીની બોટલ રખરખાવ હેતુસર આપવામાં આવી હતી. સમગ્ર રાજ્ય હરિયાળું અને હર્યું ભર્યું રહે તેવી સંકલ્પના સાથે શાળા મેનેજમેન્ટ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો આભાર માન્યો હતો.

Next Story