Connect Gujarat

ભરૂચ જિલ્લાના શની મંદિરોમાં શની જયંતિની દબદબાભેર ઉજવણી

ભરૂચ જિલ્લાના શની મંદિરોમાં શની જયંતિની દબદબાભેર ઉજવણી
X

ભરૂચ શહેરના દાંડીયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિરના પરીષરમાં આવેલ શની શીંગણાપુરના પ્રતિકૃતિ સમાન શનીદેવ તથા અંકલેશ્વર જી.આઇ.ડી.સી સ્થીત પશુપતિનાથ મહાદેવ મંદિર સહિતના શનીદેવના મંદિરોમાં આજે વૈશાખી અમાસના શની જયંતિના ઉત્સવની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મહાપુજા,શનીપુજા તથા ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

માનવ જીવનમાં શની ગ્રહનુ અનેરૂ મહત્વ રહેલુ છે. શનીદેવ પોતાની તાકાતનો પરચો બતાવે છે. પલભરમાં રાજાને રંક તેમજ રંકને રાજા બનાવતા શનીને મહાદંડ નાયક ગ્રહ તરીકે ઓળખતા અને માન આપતા હોય છે. શનીદેવ ન્યાયનો દેવતા છે તે પાપીઓ , ભોગીઓ, નાસ્તિક તથા અહંકારીઓને પછડાટ આપી મનુષ્યના પાપોનો નાશ કરતા હોવાનુ મનાય છે. મનુષ્યના પાપોનો નાશ કરતા હોવાનુ મનાય છે. મનુષ્ય જીવનમાં આવતા પનોતી કાળમાં શનીદેવની પૂજા હિતકારી માનવામાં આવે છે. ભરૂચની ધર્મપ્રેમી જનતાની લાગણીને માન આપી શહેરના દાંડીયા બજાર વિસ્તારમાં નદી કિનારે આવેલા ભૃગુઋષિના મંદિરના પરીસરમાં મહારાષ્ટ્રના પ્રખ્યાત શની શીંગણાપુર પ્રતિકૃતિની સ્થાપના કરવામાં આવી છે.

ભરૂચના ભૃગુઋષિ મંદિર સહિત,નવચોકી ઓવારા સ્થીત શની મંદિરે, નવગ્રહ મંદિરે તેમજ જૂનીસીંધવાઇ માતાના મંદિરે આવેલા નવગ્રહ તથા શનીદેવના મંદિર ખાતે શની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપુજા,આરતી,શનીયાગ,હવન તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Next Story