Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તંત્ર સજ્જ

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તંત્ર સજ્જ
X

ગુજરાત વિધાનસભાનાં પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ 9મી ડિસેમ્બરે યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર સફળતા પૂર્વક ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા માટે તંત્ર સજ્જ બન્યું છે.

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાંગલેનાં માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતેથી EVM - VVPAT મશીન સહિત સાહિત્ય તેમજ સામગ્રીની ચૂંટણી કર્મચારીઓને ફાળવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 45 ઉમેદવારોનું ભાવિ જિલ્લાનાં 11,29,578 મતદારો નક્કી કરશે.જેમાં 5,83,979 પુરુષ અને 5,45,575 સ્ત્રી તથા 24 અન્ય મતદારો નોંધાયા છે.

જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે 1319 જેટલા મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મતદાનને શાંતિપૂર્ણ તેમજ નિર્વિઘ્ને પાર પાડવા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ મતદાન મથકો પર ખડકી દેવામાં આવ્યો છે.

Next Story