Connect Gujarat
સમાચાર

ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધન પર્વની હેતરૂપી ઉજવણી કરાઈ

ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધન પર્વની હેતરૂપી ઉજવણી કરાઈ
X

બ્રહ્મ સમાજ દ્વારા સમુહમાં યજ્ઞોપવિત બદલવામાં આવ્યા

ભરૂચ જિલ્લાભરમાં ભાઈ બહેનની સ્નેહપુર્ણ અને પ્રેરક શુભેચ્છાના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વની હેતરૂપી ઉજવણી કરવામાં આવી હતી.

શ્રાવણી પુનમ એટલે બળેવ પુર્ણિમા અને ખાસ કરીને રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવવામાં આવતા આ પવિત્ર તહેવાર પ્રસંગે બહેને વ્હાલસોયા ભાઈના કાંડા પર રક્ષા બાંધી હતી. જયારે ભાઈએ પણ બહેનની રક્ષા કાજેનું અતૂટ વચન આપ્યુ હતુ.

અતૂટ અને નિસ્વાર્થ ભાવથી ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધન પ્રસંગે નાના નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે બાળકોમાં પ્રિય એવા કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓની પણ બોલબાલા જોવા મળી હતી.

શ્રાવણી પૂનમ પ્રસંગે ભરૂચ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં યજ્ઞોપવિત શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે બદલવામાં આવ્યા હતા.

d1fc2087-f33f-409d-a817-582923563b2a

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં રોજીરોટી માટે રહેતા ભાઈઓને પણ પોતાની બહેનનો હસ્ત લિખિત પત્ર અને રાખડી મળતા તેઓ ભાવુક હૃદય સાથે પત્ર વાંચીને પોતાની કલાઈ પર રાખડી બાંધી હતી.

આમ તો હવે સોશ્યલ મીડિયા નો યુગ છે અને વાર તહેવારની શુભેચ્છાઓ પણ તેના થકી જ પાઠવવામાં યુવા પેઢી માને છે. લગ્ન કે શુભ અશુભ પ્રસંગોના આમંત્રણ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવે છે. જયારે એક માત્ર રક્ષાબંધન પર્વ એવો છે કે બહેન હસ્ત લિખિત પત્ર અને તેમા સુંદર રાખડીનું પરબીડિયુ બનાવીને પોસ્ટ કે કુરિયરના માધ્યમથી મોકલે છે. તેમજ ભાઈને પણ બહેનનું કવર મળતા જ હૈયું ભરાય આવે છે અને બહેન સાથે વિતાવેલી યાદોના સંસ્મરણો ફરી જીવંત બને છે.

Next Story