Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં સલ્ફર ડાયો.લીકેઝની ઓફસાઇટ મોકડ્રીલનું કરાયું સફળ આયોજન

ભરૂચ જિલ્લામાં સલ્ફર ડાયો.લીકેઝની ઓફસાઇટ મોકડ્રીલનું કરાયું સફળ આયોજન
X

ભરૂચ જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહયો છે. જિલ્લામાં અનેક ઔધોગિક કંપનીઓ આવેલી છે. કંપનીઓમાં અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોઇ છે જેમાં આગ અને ગેસ લીકેઝના બનાવો પણ બનતા હોય છે. ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ધ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સંકલનમાં રાજયકક્ષાની મોકડ્રીલના ભાગરૂપે ભરૂચ જિલ્લાની ચાર ઇન્ડસ્ટ્રીઝમાં ઓનસાઇટ તથા એક ઇન્ડસ્ટ્રીઝમાં ઓફસાઇટ મોકડ્રીલનું સફળ આયોજન જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસઆરપીએફ, સંયુકત પ્રયાસોથી અતુલ લિ અંકલેશ્વર ખાતે સલ્ફર ડાયો.લીકેઝની ઓફસાઇટ મોકડ્રીલનું ક્રમબધ્ધ રીતે સમયસર પાર પાડવામાં આવ્યું હતું. મોકડ્રીલની ધટનાને સલામતી સ્ટાફ ધ્વારા સલ્ફર ડાયો.લીકેઝના પ્રિમાઇસીસને કંટ્રોલ કરવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સાઇટ પર સલ્ફર ડાયો.લીકેઝને કંટ્રોલ કરવા માટે કર્મચારીઓને બહાર લઇ જવાનું તથા ઇજા પામેલા કર્મચારીઓને એમ્બ્યુલન્સ થકી જયાબેન હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સ્થાનિક અધિકારીગણ ધ્વારા સતત મોનીટરીંગ કરી સુરક્ષા માટેના સધન પગલાં લેવાયા હતા. જિલ્લા કલેકટરશ્રીએ મોકડ્રીલના સ્થળની મુલાકાત લીધી હતી. જાત નિરીક્ષણ કર્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="114624,114625,114626,114627,114628,114629"]

મોકડ્રીલ બાદ જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાના અધ્યક્ષપણા હેઠળ સમીક્ષા બેઠક મળી હતી. જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ મોકડ્રીલમાં ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવી સફળ રહેલા મોકડ્રીલને બિરદાવ્યું હતું. તેમણે આજના આ કાર્યમાં થયેલી ક્ષત્તિઓને નકારાત્મક રીતે ન મૂલવતા તેમાંથી શીખ મેળવવાનો ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. મોક્ડ્રીલ અંતર્ગત પ્રાથમિક સારવાર, રેસ્ક્યુ, રાહત સંકલન, સ્થળાંતર વિગેરે કામગીરી વિવિધ ટીમો મારફત હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફના અધિકારી ધ્વારા મોકડ્રીલના કાર્યને બિરદાવ્યું હતું. પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. કંપનીઓ પાસે વિવિધ સગવડો હોઇ છે ત્યારે ભવિષ્યમાં આવા કોઇ પ્રસંગ બને ત્યારે આપણે સામુહિક રીતે આ કામગીરીમાં મદદરૂપ થવું જોઇએ તેવી લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ ઉપરાંત ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી. - વિલાયત ક્લોરીન લિકેઝ, ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લી. દહેજ ખાતે cl2 લીકેઝ બિરલા સેલ્યુલોસીક - ખરચ ખાતે એલ.પી.જી. ફાયર તેમજ યુપીએલ યુનિટ-૫ જીઆઈડીસી ઝઘડિયા ખાતે કાર્બન ડાયસલ્ફાઈડની પાઈપમાં આગના બનાવની ઓન સાઈટ મોક્ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવેલ હતું.

Next Story