Connect Gujarat
સમાચાર

ભરૂચ જિલ્લા ના અંભેટા ગામ ના તલાટીએ રૂપિયા 57 લાખ ના વ્યવસાય વેરા ની ઉચાપત કરતા જેલ ભેગો કરાયો

ભરૂચ જિલ્લા ના અંભેટા ગામ ના તલાટીએ રૂપિયા 57 લાખ ના વ્યવસાય વેરા ની ઉચાપત કરતા જેલ ભેગો કરાયો
X

કોર્ટ દ્વારા 8 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના સુવા અને અંભેટા ગામ માં વ્યવસાય વેરા નું કૌભાંડ બહાર આવ્યું હતું, જે અંગે તાલુકા વિકાસ અધિકારી એ મરીન પોલીસ માં ફરિયાદ દર્જ કરવામાં આવતા કૌભાંડી તલાટી ની ધરપકડ કરવામાં આવી હતી,અને કોર્ટ દ્વારા તેના 8 દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

વાગરા તાલુકા ના સુવા અને અંભેટા ગામે વ્યવસાય વેરા ની ઉઘરાણી કરી પંચાયત દફતરે ઓછા રૂપિયા જમા કરી લાખો રૂપિયા ના કૌભાંડ નો કિસ્સો બહાર આવ્યો હતો. જેને પગલે દહેજ અને મરિન પોલીસ મથકે વાગરા ટી.ડી.ઓ એ બે અલગ અલગ ફરિયાદ દાખલ કરાવતા તલાટી ઓ સહિત સરકારી તંત્ર માં સોંપો પડી ગયો હતો.મેરિન પોલીસ મથકે આ અંગે 8/05/16 ના રોજ ફરિયાદ દાખલ કરવા માં આવી હતી.ફરિયાદ માં જણાવ્યા અનુસાર અંભેટા ગામ ની સીમ માં આવેલી કંપનીઓ માં કોન્ટ્રાક્ટ કામ કરતા કોન્ટ્રાક્ટરો નો પંચાયત દફતરે લેવાનો 2012 થી 2016 દરમિયાન નો વ્યવસાય વેરો 56,98,495 રૂપિયા હિસાબી ચોપડા માં ઓછા જમા કરી તલાટી એ નાણાં ની ઉચાપત કરી હતી.ખોટા દસ્તાવેજો ને ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કાવતરું તલાટી દ્ધારા આચરવામાં આવ્યુ હોવાની ફરિયાદ વાગરા ટી.ડી.ઓ એ મરિન પોલીસ મથક માં નોંધાવી હતી.સુવા ગામ ના એક જાગૃત નાગરિક દ્વારા RTI કરવામાં આવતા આખું કૌભાંડ બહાર આવ્યું છે.

આ અંગે મરિન પોલીસે તલાટી મહેન્દ્ર પઢીયાર ની ધરપકડ કરતા વાગરા તાલુકા માં હલચલ મચી જવા પામી છે.મરીન પોલીસે આરોપી ને તારીખ 29 મી ના રોજ વાગરા કોર્ટ માં રજુ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સુવા અને અંભેટા ગામ ના તલાટી તરીકે મહેન્દ્ર પઢીયાર ફરજ બજાવતા હતા.અને બે ગામો નો 1 કરોડ થી વધુ વ્યવસાય વેરા નું કૌભાંડ થયુ હોવાનું જાણવા મળ્યું છે.જેમાં અગાઉ સુવા માં ફરજ બજાવતા અન્ય એક તલાટી ને નોકરી માંથી બરતરફ કરવામાં આવ્યા હતા.ઘટના ની વધુ તપાસ મરિન પોલીસ મથક ના પી.આઈ વિપુલ પટેલ ચલાવી રહ્યા છે.

Next Story