Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે હજ તાલિમ શિબિર યોજાઇ

ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે હજ તાલિમ શિબિર યોજાઇ
X

વર્ષ 2106 ની પવિત્ર મકકા શરીફની હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓને હજયાત્રા દરમિયાન અદા કરવામાં અાવતા અરકાનોના માર્ગદર્શન અાપવા માટે રવિવારના રોજ ભરૂચ તાલુકાના પાલેજ નગરના મદની હૉલમાં મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચના ઉપક્રમે હજ તાલિમ શિબિર યોજાઇ હતી. હજ તાલિમ શિબિરનો પ્રારંભ મકકા મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુલ સત્તાર અશરફીએ તિલાવતે કલામે પાકની આયતો તથા મદ્રસએ અન્વારે મોહમ્મદીયહના તુલ્બાઓએ નાઅત શરીફ રજુ કર્યા બાદ વિધિવત રીતે શરૂઆત થઇ હતી. ત્યારબાદ મૌલાના હસન અશરફીએ હજ દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું સંપૂર્ણ અને વિસ્તૃત રીતે હજયાત્રીઓને પ્રેકટીકલી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને પ્રથમ વખત પવિત્ર મકકા શરીફની હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓ માટે હજ તાલિમ શિબિર મહત્વપૂર્ણ રહી હતી. હજ તાલિમ શિબિરમાં પાલેજ નગર સહિત સાંસરોદ, હલદરવા, વલણ, માંકણ, કંબોલી વગેરે ગામોના 150 જેટલા હજયાત્રીઓએ ભાગ લીધો હતો. હજ તાલિમ શિબિરનું સમાપન સલાતો સલામ અને ફાતેહા ખ્વાનીથી થયું હતું. હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓની હજયાત્રા સફળ અને સુખમય નિવડે એ માટે મૌલાના અશરફીએ દુઆ ગુજારી હતી તથા મોહદ્દીસે આઝમ મિશન કમિટી દ્ધારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. હજ તાલિમ શિબિરને સફળ બનાવવા માટે મોહદ્દીસે આઝમ મિશનના પ્રમુખ હાજી ફારૂકભાઇ લાંગીયા, ઉપપ્રમુખ મૌલાના હસન અશરફી તેમજ સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી હતી. મોહદ્દીસે આઝમ મિશન તરફથી હજયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ હતી.

Next Story