Connect Gujarat
ટેકનોલોજી

ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગની ડીજીટલ ઇન્ડિયા તરફ આગેકદમ 

ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગની ડીજીટલ ઇન્ડિયા તરફ આગેકદમ 
X

ડિજિટલ ઇન્ડિયા ના ભાગ રૂપે ભરૂચ જિલ્લાની 504 વ્યાજબી ભાવની દુકાનોને આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ થી જોડવામાં આવી.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરવઠા વિભાગ- ગાંધીનગરની સુચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લાની તમામ ૫૦૪ વ્‍યાજબી ભાવની દુકાનોને ડીજીટલ ઇન્‍ડિયાના ભાગરૂપે AEPS એટલે કે આધાર ઇનેબલ પેમેન્‍ટ સીસ્‍ટમથી જોડવામાં આવી છે.

આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી ભાવેશ દવેએ જણાવ્‍યુ હતુ કે ગ્રાહક હવે આધારકાર્ડ નંબર નાખી અંગૂઠો આપીને અનાજ મેળવી શકશે અને જેટલી રકમનો વ્‍યવહાર થશે તે સીધો જ ગ્રાહકના ખાતામાંથી કપાાઇ જશે. તેમજ આગામી ૧૯મી ફેબ્રુઆરીના રોજ કેશલેસ ઇકોનોમી અને ઇ-પેમેન્‍ટ વ્‍યવહારને ઉત્તેજન આપવા તેમજ લોકજાગૃતિ માટે ડીજી ધનમેલાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ગુજરાત સરકાર દ્વારા કેશલેસ ના મજબૂત પગલાં હેઠળ રાજયની તમામ વ્‍યાજબી ભાવની દુકાનો પરથી રાશન સિવાય એસ.ટી અને રેલ્‍વેની ટિકિટો, મોબાઇલ બીલ પેમેન્‍ટ- રીચાર્જ, ખેડૂતના પાક વિમાના પ્રિમીયમની ચૂકવણી સોઇલ હેલ્‍થ કાર્ડ જેવી ત્રીસ (૩૦) જેટલી સેવાઓ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Next Story