Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ રમત મહોત્સવ નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ રમત મહોત્સવ નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
X

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ રમત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ અંકલેશ્વર જીઆઈડીસી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કરવામાં આવ્યો હતો.

આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના 14 મંડળો માંથી ટીમોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભમાં છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા યુવા પ્રમુખ સુરેશ પટેલ, જિલ્લા યુવા મહામંત્રી સત્યમસિંહ ગોહિલ, ઋષભ પટેલ, અંકલેશ્વર શહેર યુવા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નોટિફાઇડ યુવા પ્રમુખ મનિષ ટંડેલ, અંકલેશ્વર તાલુકા યુવા મહામંત્રી અનિલ વસાવા, વાલિયાના યુવા પ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story