Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનના શૂટરોએ રાજ્ય કક્ષાએ ૧૨ મેડલ મેળવી કર્યું જિલ્લાનું નામ રોશન

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનના શૂટરોએ રાજ્ય કક્ષાએ ૧૨ મેડલ મેળવી કર્યું જિલ્લાનું નામ રોશન
X

ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા ઓયોજીત ૫૫મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપમાં કુલ ૧૨ મેડલ મેળવી ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના ૫ શૂટરોએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.અમદાવાદ ખાતે યોજાયેલ ૫૫મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપમાં જે રાજ્યકક્ષા ની ટુર્નામેન્ટ યોજાઈ ગઈ જેમાં સમગ્ર રાજ્યમાંથી ૧૨00 થી વધુ શૂટરોએ ભાગ લીધો હતો.

૫૫મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપમાં અમદાવાદ ખાતે તારીખ ૬ થી ૧૬મી જુલાઈના રોજ આ આયોજન ગુજરાત સ્ટેટ રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના ૧૨00 જેટલા શૂટરોએ ભાગ લીધો હતો.

જેમાં આત્મીય હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની ખુશી ભરતભાઈ ચુડાસમા એ 0.૨૨ સ્પોર્ટસ રાઇફલમાં 3 પોઝિશન અને પ્રોન પોઝિશન માં ૧ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ તેમજ ઓપન સાઇટ એર રાઇફલ પર ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેળવેલ છે. જ્યારે 0.૨૨ ઓપન સાઇટ સ્ટાન્ડર્ડ રાઇફલ પર સંસ્કાર વિદ્યાભવન સ્કૂલના વિદ્યાર્થી સુજલ સપનકુમાર શાહે ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ, ઓપન સાઇટ એર રાઇફલ પર નાસિક ભોંસલા મિલિટરી સ્કૂલમાં અભ્યાસ કરતા ધનવીર હિરેનભાઈ રાઠોડે ૧ બ્રોન્ઝ મેડલ, તન્વી ધર્મેશભાઈ જોધાણી એ 0.૧૭૭ એર પિસ્તોલ આઈ.એસ.એસ.એફ. વુમન કેટેગરીમાં ઇવેન્ટમાં ૧ સિલ્વર મેડલ, પૃથ્વીરાજસિંહ પ્રદીપસિંહ રણા એ 0.૨૨ ફ્રી રાઇફલની ૫૦ મીટર ૩ પોઝિશમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. મેડલ મેળવેલ તમામ શૂટર સહિત દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી અધ્યયન અશોક ચૌધરી અને એ.બી.પી.એસ. સ્કૂલના વિદ્યાર્થી પાર્થસિંહ ક્રિષ્નપ્રતાપસિંહ રાજાવતે પ્રિ નેશનલ માટે ક્વોલિફાઈ થયા છે. આમ ભરૂચના શૂટરોએ રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

રાજ્યમાં કક્ષાએ મેડલ મેળવનાર ભરૂચ જિલ્લાના દરેક શૂટરોને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન ના પ્રમુખ અરૂણસિંહ રણાએ આશ્વાસન આપી અભિનંદન પાઠવ્યા છે. આ સાથે અરૂણસિંહ રણા ના પ્રમુખ પદ હેઠળ ભરૂચ ડિસ્ટ્રીકટ રાઇફલ એસોસિએશન સમગ્ર ભરૂચ જિલ્લામાં શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલ છે. ડિસ્ટ્રીકટ રાઇફલ એસોસિએશન ના સેક્રેટરી અજયભાઈ પંચાલ તેમજ કોચ મિત્તલ ગોહિલે અને ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એસોસિએશન અને ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર ના સાથ અને સહકારથી જિલ્લાની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સંખ્યાની દ્રષ્ટિએ ઓછા શૂટર ધરાવતા ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશન ના આ શૂટરોએ રાજ્ય કક્ષાએ ૧૨ મેડલ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

Next Story