Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા શિક્ષણ સંકલન સમિતિના સભ્યોએ માનવતા મહેકાવી, રાહત ફંડમાં અર્પણ કર્યો રૂ. 28 લાખનો ચેક

ભરૂચ જિલ્લા શિક્ષણ સંકલન સમિતિના સભ્યોએ માનવતા મહેકાવી, રાહત ફંડમાં અર્પણ કર્યો રૂ. 28 લાખનો ચેક
X

કોરોના વાયરસની મહામારીના કારણે ભરૂચ જીલ્લામાં દર્દીઓની સારવાર માટે સાધનો ખરીદવા કેટલીક સંસ્થાઓ ફંડ ચૂકવી રહી છે, ત્યારે ભરૂચ જીલ્લા શિક્ષણ સંકલન સમિતિના સભ્યોએ પોતાના એક દિવસના પગારમાંથી રૂપિયા 28 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. કોરોના વાયરસની સારવાર માટે સાધનોનો અભાવ હોવાથી વિવિધ સેવાભાવિ સંસ્થાઓ તથા જાગૃત લોકો સીએમ તથા પીએમ ફંડમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ભરૂચ જીલ્લા શિક્ષણ સંકલન સમિતિના સભ્યોએ પોતાના એક દિવસના પગારની રકમ એકત્ર કરી અંદાજીત રૂપિયા 28 લાખ ભેગા કર્યા છે. આ સહાય રકમમાંથી હોસ્પિટલના વેન્ટીલેટરો સહીતના તમામ સાધનો ખરીદવા માટે રૂપિયા 12 લાખનો ચેક ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો, જયારે અન્ય 16 લાખ રૂપિયાનો ચેક ભરૂચ જિલ્લા કલેકટરને અપર્ણ કરી ભરૂચ જિલ્લા શિક્ષણ સંકલન સમિતિના સભ્યોએ અનોખી માનવતા મહેકાવી છે.

Next Story