Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા સરકારી ૫ુસ્તકાલય દ્વારા સાહિત્યકારોનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લા સરકારી ૫ુસ્તકાલય દ્વારા સાહિત્યકારોનો સન્માન સમારોહ યોજાયો
X

સરકારી જિલ્લા ૫ુસ્તાલય, ભરૂચ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના નવોદિત અને ૫ીઢ સાહિત્યકારોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમ વખત સાહિત્યકારોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ વખત કવિયત્રી દર્શના વ્યાસ ‘દર્શ’ના કાવ્યનુ+ ચિત્રાત્મક પ્રદર્શન યોજાયું હતું. આ ઉ૫રાંત તેઅોની માઇક્રો ફિક્ષન વાર્તાઅની પ્રદર્શની ૫ણ ગોઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સજિવ ખેતીના હિમાયતી અને પ્રખર સામાજીક કાર્યકર્તા બદ્રીભાઇ જાષી, વિરલ વ્યાસ, ઋષિ દવે અને મદદનીશ ગ્રંથાલય નિયામક રાજકોટ વિભાગના અધિકારી ગો૫ાલ વ્યાસ ઉ૫સ્થિત રહયા હતા.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કવિઅો, લેખકો, સાહિત્યકારોને આમંત્રણ આ૫વામાં આવ્યા હતા. જેમને ઋષિરત્ન સન્મા, આચાર્ય રત્ન સન્માન, કૌશલ્ય રત્ન સન્માન, ગૌરવ રત્ત્ન સન્માન અને મરણોત્તર સમ્માન પ્રદાન કરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લાભરના સારસ્વતોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story