Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી મંડળીઓના મેનેજર અને સેક્રેટેરી માટે તાલીમનો શુભારંભ

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી મંડળીઓના મેનેજર અને સેક્રેટેરી માટે તાલીમનો શુભારંભ
X

ભરૂચ જીલ્લા સહકારી સંઘ ધ્વારા ભરૂચ ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક ખાતે જીલ્લાની સહકારી મંડળીઓના મેનેજર અને સેક્રેટરી માટે એક મહિના માટે આયોજિત તાલીમ નો આજરોજ શુભારંભ થયો હતો.

તાલીમ વર્ગના શુભારંભમાં ગુજરાતરાજ્ય સહકારી સંઘના સી.ઇ.ઓ. ડો. રાજેન્દ્ર ત્રિવેદી,ભરૂચ જીલ્લા સહકારી સંઘના પ્રમુખ ભરતભાઈ પટેલ,ભરૂચ ડીસ્ટ્રીકટ બેન્કના એમ.ડી. રજનીકાંત રાવલ, માનદ મંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, વર્ગ સંચાલક ચાવડા તથા રેશ્મા પટેલ સહીત જીલ્લાની વિવિધ સહકારી મંડળીઓના મેનેજર તથા સેકેટરી ઉપસ્થિત રહ્યા હતા.

શુભારંભ સમારોહમાં રાજ્ય સહકાર્રી સંઘના સી.ઇ.ઓ. ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ પેટા કાયદાને સહકારી મંડળીની ગીતા ગણાવી તેમાંથી જ સમસ્યાઓનું સમાધાન થતું હોવાનું જણાવી ઉમેર્યું હતું કે રજીસ્ટ્રાર મંડળીને જન્મ આપે છે, પરંતુ મંડળીને શિક્ષણ આપવાનું કામ સહકારી સંઘનું છે. ડીસ્ટ્રીકટ બેન્કના એમ.ડી. રજનીકાંત રાવલે પણ જણાવ્યું હતું કે શિક્ષણ જ્ઞાનમાં વધારો કરે છે, પણતાલીમ વ્યક્તિની આવડતમાં વધારો કરે છે. અને તાલીમ મેળવેલ સેક્રેટરી મંડળીના ઓડીટ માટે મહત્વનો છે. જ્યારે ભરૂચ જીલ્લા સહકારી સંઘના પ્રમુખ ભરતભાઈ પટેલે પણ મંડળીમાં તાલીમબદ્ધ સેક્રેટરીનું સ્થાન મહત્વનું હોવાનું જણાવી તાલીમાર્થીઓને તેમની મંડળીના હિત માં ૨૮ દિવસની નિયમિત તાલીમ લેવા માટે અપીલ કરી હતી

Next Story