Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના જીએસ તરીકે અંકુર વસાવાનો વિજય

ભરૂચ : જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના જીએસ તરીકે અંકુર વસાવાનો વિજય
X

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના જનરલ સેક્રેટરી ( જીએસ) તરીકે અંકુર વસાવાનો વિજય થયો છે. કોલેજમાં શુક્રવારના રોજ વિદ્યાર્થી પરીષદની ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ 42 વર્ગ પ્રતિનિધિઓ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં 08 વર્ગ પ્રતિનિધિઓ બિન હરીફ ચૂટાઇ આવ્યાં હોવાથી 34 વર્ગ પ્રતિનિધિઓ માટે મતદાન કરાયું હતું.

જનરલ સેક્રેટરી પદ માટેના ઉમેદવાર અંકુર વસાવાને 27 વર્ગ પ્રતિનિધિઓનું સમર્થન મળતાં તેઓ જીએસ તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં. જે.પી. કોલેજના આચાર્ય ડૉ. નિતિન પટેલ સહિતના સ્ટાફે નવા વરાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યાં છે. કોલેજમાં વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. જેમાં નાણા સમિતિમાં કરણ વસાવા, જીમખાના સમિતિમાં પીનાઝબાનુ મલેક, સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃતિમાં કિશન વસાવા, સાહિત્યિકવાદ સમિતિમાં મહેઝબીન મન્સુરી, મેગેઝીન સમિતિમાં તુષાર વસાવા, શૈક્ષણિક પ્રવાસ સમિતિમાં અરબાઝ પટેલ, પ્લાનિંગ ફોરમ સમિતિમાં રોહિત કટોડીયા, સાયન્સ એસોસીએશન સમિતિમાં કૃણાલ મહેતા અને સહાયક પુસ્તકાલય સમિતિમાં સુરભિની રાજની વરણી કરાઇ છે.

Next Story