Connect Gujarat
Featured

ભરૂચ : જે.પી.કોલેજના મેદાનમાં સિનિયર કબડ્ડી સ્પર્ધાનો થયો પ્રારંભ, 40 ટીમોએ લીધો છે ભાગ

ભરૂચ : જે.પી.કોલેજના મેદાનમાં સિનિયર કબડ્ડી સ્પર્ધાનો થયો પ્રારંભ, 40 ટીમોએ લીધો છે ભાગ
X

કબડ્ડીની રમતને પ્રોત્સાહન આપવા માટે ભરૂચમાં સિનિયર કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે....

ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન તથા ભરૂચ ડિસ્ટ્રીકટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે જ્યેન્દ્ર પુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાન ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાના ઉદઘાટન સમારંભમાં સદવિદ્યા મંડળના જોઈન્ટ સેક્રેટરી દેવાંગ ઠાકોર,જે.પી.કોલેજના આચાર્ય ડો.નીતિન પટેલ, જીમખાના સમિતિન ચેરમેન જયપાલસિંહ મોરી, એસોસિએશનના સેક્રેટરી, ઉપપ્રમુખ સહિત અન્ય પ્રધ્યાપકો અને કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. બે દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં ભાઈઓ ની 32 ટીમ તેમજ બહેનો ની 18 ટીમ ભાગ લઈ રહી છે. રાજયના વિવિધ શહેરોમાંથી આવેલાં ખેલાડીઓ તેમનું કૌવત બતાવશે. વિજેતા ટીમને પારીતોષિક આપી પ્રોત્સાહિત કરાશે.

Next Story