Connect Gujarat
ગુજરાત

ભરૂચ: જે.પી.કોલેજ રોડ પર મામા ભાણેજ વચ્ચે ની લડાઈ માં ભાણેજ દ્વારા મામાની થઈ હત્યા

ભરૂચ: જે.પી.કોલેજ રોડ પર મામા ભાણેજ વચ્ચે ની લડાઈ માં ભાણેજ દ્વારા મામાની થઈ હત્યા
X

ભરૂચ જે.પી.કોલેજ રોડ પર મામા ભાણેજ વચ્ચે ની લડાઈ માં ભાણેજ દ્વારા મામાની હત્યા કરી દેવામાં આવી છે.

આજરોજ જે.પી કોલેજ સામે સતનામ નગર વિસ્તારમાં કોઈ કારણોસર મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મારા મારી ઉગ્ર બનતા કોઈ હથિયાર વડે એક ભાણેજે તેના 32 વર્ષીય સગા મામાં નામે રાજેશ લાલુભાઈ રાણાને ઘા કરતાં એના મામાનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું.જોકે પડોસીએ જણાવ્યુ હતું કે સગા મામા ભાણેજ વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. જેને છોડાવવા માટે પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આ ઝઘડો શાંત થયો ન હતો અને અંતે આ ઘટનામાં મામાની હત્યા કરી ભાણેજ ફરાર થઈ ગયો હતો. જેની તપાસ સી ડિવિજન પોલીસે હાથ ધરી છે.

Next Story