Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ઝાડેશ્વરના સ્ત્રીનિકેતન -૧ સોસાયટીના બે ફ્લેટના તાળા તોડી લાખોનો હાથફેરો

ભરૂચ: ઝાડેશ્વરના સ્ત્રીનિકેતન -૧ સોસાયટીના બે ફ્લેટના તાળા તોડી લાખોનો હાથફેરો
X

ભરૂચના ઝાડેશ્વર

વિસ્તારમાં આવેલ સ્ત્રીનિકેતન-૧ સોસાયટીમાં હિકલ ગેસ્ટ હાઉસના બે ફ્લેટને નિશાન

બનાવી લાખોની મત્તાનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી

જવા સાથે ભયનો માહોલ છવાયો છે.

ઘટનાની પ્રાપ્ત વિગત

અનુસાર ભરૂચના ઝાડેશ્વરની સ્ત્રીનિકેતન -૧ સોસાયટીમાં આવેલ હિકલ ગેસ્ટ હાઉસના બે

ફ્લેટને નિશાન બનાવી તસ્કરોએ ફ્લેટના તાળા તોડી અંદર રહેલ લાખિની મત્તાનો હાથફેરો

કરી પલાયન થઇ જતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના સોમવારે સાંજના સમયે

બનતા ઝાડેશ્વર વિસ્તારની સોસાયટીઓમાં ભય ફેલાવા પામ્યો હતો. આ ઘટનાની જાણ સી

ડીવિઝન પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તસ્કરોનું પગેરૂં મેળવવા કવાયત

હાથ ધરી હતી.જો કે હાલ કુલ કેટલી મત્તાની ચોરી થઇ છે તે હજુ જાણી શકાયું નથી.

Next Story