Connect Gujarat
ગુજરાત

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલનો ભવ્ય વિજય

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલનો ભવ્ય વિજય
X

હાંસોટની બેઠક પર ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને કરાયો નિર્ણય

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 21 ઉમેદવારો માટે ચૂંટણી જાહેર થઈ હતી, જો કે 21 પૈકી અરૂણસિંહ રણાની પેનલના અગાઉ 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.જ્યારે ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પણ રણાની પેનલે જ જીત હાંસિલ કરી લીધી હતી.

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચાર બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ નવ ઉમેદવારો મેદાનમાં હતા, જેની ચૂંટણી તારીખ 28મીના રોજ યોજાઈ હતી અને મત ગણતરી ભરૂચના આયોજન ભવન ખાતે યોજાઈ હતી, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના વર્તમાન ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના વાગરા બેઠકના ઉમેદવાર ચંદ્રકાન્ત પટેલ, રાજપીપળાના સુનીલ પટેલ, ભરૂચના ભાસ્કર પટેલ અને હાંસોટના મગન પટેલનો વિજય થયો હતો.

હાંસોટની બેઠકના ઉમેદવાર મગન પટેલ અને વિનોદ પટેલને 16-16 મત મળ્યા હતા અને બંને વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાં આવ્યો હતો. મગન પટેલના વિજય સાથે જ વર્તમાન ચેરમેન અરૂણસિંહ રણાની આખી પેનલના 21 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.

Next Story