Connect Gujarat
ગુજરાત

ભરૂચ : તલાટી મંડળે પડતર માંગણીઓ સંદર્ભમાં તંત્રને કરી રજુઆત

ભરૂચ : તલાટી મંડળે પડતર માંગણીઓ સંદર્ભમાં તંત્રને કરી રજુઆત
X

ભરતીવાળા તલાટીને નોકરી સળંગ આપવી તથા તલાટી કમ

મંત્રીને વિસ્તરણ અધિકારી સહકાર તથા આંકડામાં પ્રમોશન આપવા સહિતની પડતર માંગણીઓ

સંદર્ભમાં ભરૂચ જિલ્લા તલાટી મંડળના ઉપક્રમે તંત્રવાહકોને આવેદનપત્ર આપી રજૂઆત

કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઇટાસ સોફટવેરની મદદથી

હાજરી પુરવામાં આવશે તો તલાટી કમ મંત્રીનો સમય ગાળો દસ દિવસથી 6 .10 વાગ્યા સુધીનો રહેશે અને

તે સિવાયના સમયમાં અમારી પાસે કરાવામાં આવતી કામગીરી પર એની સીધી અસર પડશે. સવારે 10 .30 થી 6. 10 સિવાયના સમયમાં તલાટી કમ

મંત્રીને કામગીરી કરવા ફરજ પાડી શકાશે નહીં. આ ઉપરાંત તલાટી કમ મંત્રી કેળવણી

કર્મચારી હોય પંચાયત તથા મહેસુલી કામ માટે તાલુકા જિલ્લા કક્ષાએ કોર્ટ-કચેરીમાં કે

અન્ય કચેરીમાં હાજરી આપવાની હોવાથી પોતાની ફરજ ના સ્થળે જઇ હાજરી પૂરવી મુશ્કેલ

બની રહ્યું છે. અમુક જિલ્લાઓમાં અમલ માટે જિલ્લા કક્ષાએથી અધિકારીઓ દ્વારા ખોટું

દબાણ કરી તથા કપાત પગાર અને સજાનો હુકમ ફટકારવામાં આવે છે જે તાત્કાલિક બંધ કરવા જેવી

વિવિધ માગણીઓ સંદર્ભે સરકાર ઘટતું કરે તેવી માંગણી કરવામાં આવી છે.

Next Story