Connect Gujarat
ગુજરાત

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
X

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના ક્રિકેટના મેદાન પર તારીખ 9મીના રોજ બુધવારે મર્હુમ અબ્દુલ્લાહ સાલેહ મેમોરિયલ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ વિશાળ ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં થયો હતો.

આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ભરૂચના ડેપ્યુટી કલેકટર શ્રી યાદવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ભરૂચના તત્કાલિન કલેકટર વિક્રાંત પાંડે દ્વારા આ ગ્રાઉન્ડના વિકાસ માટે અને પ્રેક્ષકો માટે મેચ નિહાળવા માટે રૂપિયા 5 લાખના ખર્ચે તેમની ગ્રાન્ટ માંથી એક સ્ટેડિયમ બનાવવા માટે જે ફાળવણી કરી હતી તે સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ રીબીન કાપી ભરૂચના ડેપ્યુટી કલેકટરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

20161109_110944

અને ત્યાર બાદ રાષ્ટ્રગીત ની ધૂન બાદ ડેપ્યુટી કલેકટર દ્વારા ટૉસ ઉછાળી ટુર્નામેન્ટ નો શુભારંભ કરાયો હતો. આજે પ્રથમ મેચ પરીએજ ઇલેવન અને કંથારીયા ઇલેવન વચ્ચે રમાઈ હતી.

આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ, ભરૂચ ડી. વાય. એસ. પી. ચૌહાણ , માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલ, માજી જિલ્લા સદસ્ય મકબુલભાઈ અભલી તથા અન્ય મેહમાનો અને અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story